Abhayam News
AbhayamGujaratNewsPolitics

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જંત્રીના મુદ્દે આજે કલેકટર કોન્ફરન્સ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જંત્રીના મુદ્દે આજે કલેકટર કોન્ફરન્સ આગામી વાઇબ્રન્ટ સબમિટ 2024 ને લઈને જુદા જુદા જિલ્લામાં થયેલા કરાર મુજબ ઉદ્યોગોને જમીન અને અન્ય માળખાકીય સુવિધાઓ સમયસર ઉપલબ્ધ થાય તે મુદ્દે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તમામ જિલ્લા કલેકટરો અને ડીડીઓની કોન્ફરન્સ ગાંધીનગર ખાતે બોલાવવામાં આવી છે. જેમાં રિવાઇઝ જંત્રીના સર્વેનો રિપોર્ટ મૂકવામાં આવશે. આ સર્વે રિપોર્ટને આધારે નવેમ્બરથી દરમાં ફેરફાર થાય તેવી ચર્ચા ગાંધીનગરમાં જોરશોરથી ચાલી રહી છે.

ગુજરાતમાં નવેસરથી જંત્રીના દરોમાં ફેરફાર થવાના સંકેત મળ્યા છે. આજે રાજ્યમંત્રી મંડળની બેઠક બાદ કલેકટર અને ડીડીઓની કોન્ફરન્સ મળનાર છે આ કોન્ફરન્સમાં તમામ જિલ્લા કલેકટરોને રિવાઇઝ જંત્રી અને વિસંગતતા તેમજ અન્ય જગ્યાએ બજાર કિંમત કરતા ઓછી જંત્રી હોય તેવા કિસ્સા કેટલાને તેમાં શું ફેરફાર કરી શકાય તે અંગે વિગતવાર ચર્ચા કરવા રિપોર્ટ રજૂ કરવામાં આવશે આ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યભરના જિલ્લા કલેકટરો અને ડીડીઓ ગાંધીનગરમાં રિપોર્ટ લઈને હાજર થઈ ચૂક્યા છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જંત્રીના મુદ્દે આજે કલેકટર કોન્ફરન્સ

એપ્રિલ 2023થી બમણા કરાયેલા જંત્રીના ઘરના કેટલીક વિસંગતતાઓને રાજ્યના અનેક વિસ્તારમાં હોબાળો થયો હતો કેટલીક પિટિશનો હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટમાં પણ થઈ છે એ વખતે સરકારે ખાતરી આપી હતી કે, 2023 ના જંત્રીના ઘરમાં કલેકટરના રિપોર્ટ યોગ્ય ફેરફાર કરવામાં આવશે. 2011માં રાજ્યના મહેસુલ વિભાગ જંત્રીના દરોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા એના પછી એક દશક જેવો સમય વીત્યા પછી પણ જમીનની કિંમતોમાં ભારે વધારો નોંધાયો છે અનેક જગ્યાએ બજાર કિંમત કરતા જંત્રીના દર ખૂબ જ નીચા હોવાથી દસ્તાવેજ કરવામાં સમસ્યા થતી હતી સામે બિલ્ડર પણ યુનિટ કોસ્ટ નિયત કરવાના પ્રશ્નો ઉભા થતા હતા. આર્થિક કલેક્ટર દ્વારા પોતાના જિલ્લામાં દરેક વિસ્તારમાં 2023 માં બમણા જંત્રી દર કરાયા પછી બજાર કિંમત અને અન્ય પેરામીટરને ધ્યાનમાં રાખીને ખરેખર જંત્રી દર કેટલા રાખવા જોઈએ તેનો રિપોર્ટ તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી જેને લઈને આજે આ રિપોર્ટ લઈને કલેક્ટરો ગાંધીનગર આવી ચૂક્યા છે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જંત્રીના મુદ્દે આજે કલેકટર કોન્ફરન્સ

આજની કલેકટર કોન્ફરન્સમાં વિશેષ કરીને આગામી વાઇબ્રન્ટ સમિટ દરમિયાન જુદા જુદા જિલ્લામાં થયેલા કરાર મુજબ ઉદ્યોગોને જમીન અને અન્ય માળખાકીય સુવિધાઓ સમયસર ઉપલબ્ધ થાય તે મુદ્દે અત્યારથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ અંગેનો રિપોર્ટ મેળવવા માટે થઈને કલેકટરોને ઉપલબ્ધ જમીનની વિગતો અને લેન્ડબેન્કની સ્થિતિ આપવા આદેશ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બિન ખેતી સરકારી જમીન પર થયેલા દબાણ કોર્ટ કેસ અને પેન્ડિંગ ફાઈલો વિવિધ મહેસુલી મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવશે. અંદાજે 24 જેટલી બાબતોને સમાવી લેવામાં આવી છે. આ બેઠકમાં મહેસુલી સચિવ તેમજ સુપ્રિન્ટેન્ટ ઓફ સ્ટેમ્પ સહિતના અધિકારીઓ હાજરી આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

હમાસ કમાન્ડરનો Audio, મિસ ફાયરના ફૂટેજ… ગાઝા હોસ્પિટલ એટેકને લઇ ઈઝરાયલે રજૂ કર્યા નિર્દોષતાના 5 પુરાવા

Vivek Radadiya

સુરત:- હેટ્રો કંપનીના રેમડેસીવીર ઇન્જેક્શનના નામે ખાલી બોટલમાં પાણી પધારાવતો ઇસમ પકડાયો,જાણો સમગ્ર ઘટના..

Abhayam

જાન્યુઆરીમાં શરૂ થશે ભાજપનું ‘ઓપરેશન લોટસ પાર્ટ 2

Vivek Radadiya