ફોન હેક કરીને લોકો સાથે છેતરપિંડી એક મહિલાને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. ઠગે મહિલાના ફોન પર એક લિંક મોકલી અને તેને મેસેજમાં આવેલી લિંક પર ક્લિક કરવા કહ્યું હતું. તેઓએ કહ્યુ હતું કે તેનો ફોન હેક થઈ શકે છે. તેથી તેનાથી સુરક્ષિત રહેવા માટે મહિલાને લિંક પર ક્લિક કરવા કહ્યું હતું. ફોન હેક થવાના ડરથી તે મહિલાએ વોટ્સએપ પર મોકલેલી લિંક પર ક્લિક કર્યું હતું.
લોકો પાસેથી 22 કરોડ રૂપિયાની છેતરપિંડી
આ ઉપરાંત સ્કેમર્સ યુટ્યુબ પર લાઈક્સ અને સબ્સ્ક્રિપ્શન દ્વારા લોકોને રૂપિયા કમાવવાની લાલચ આપી તેમની પાસેથી રૂપિયા પડાવતા હતા. પોલીસ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, આ સાયબર ગુનેગારોએ અત્યાર સુધીમાં અનેક લોકો પાસેથી 22 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે.
મહિલાએ વોટ્સએપ પર મોકલેલી લિંક પર ક્લિક કર્યું
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે ગુડગાંવની રહેવાસી એક મહિલાને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. ઠગે મહિલાના ફોન પર એક લિંક મોકલી અને તેને મેસેજમાં આવેલી લિંક પર ક્લિક કરવા કહ્યું હતું. તેઓએ કહ્યુ હતું કે તેનો ફોન હેક થઈ શકે છે. તેથી તેનાથી સુરક્ષિત રહેવા માટે મહિલાને લિંક પર ક્લિક કરવા કહ્યું હતું. ફોન હેક થવાના ડરથી તે મહિલાએ વોટ્સએપ પર મોકલેલી લિંક પર ક્લિક કર્યું હતું.
હાલ સાયબર ફ્રોડ દ્વારા છેતરપિંડીના કેસ વધી રહ્યા છે. સ્કેમર્સ લોકોને છેતરવા માટે નવી નવી રીતો અપનાવી રહ્યા છે. આ સાથે જ પોલીસ પણ સક્રિય થઈ છે અને ગુનેગારોની ધરપકડ કરવામાં આવી રહી છે. આ ક્રમમાં ગુડગાંવ પોલીસે સાયબર કૌભાંડમાં 7 લોકોની ધરપકડ કરી છે. જે ઠગોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે તેઓ નોકરીની લાલચ આપીને લોકોના ફોન હેક કરતા હતા. ત્યારબાદ તેની બેંક એકાઉન્ટની વિગતો દ્વારા તેઓના ખાતામાંથી રૂપિયા ઉપાડતા હતા.
મહિલાએ મેસેજમાં આવેલી લિંક પર ક્લિક કરતા જ મહિલાનો ફોન સ્વીચ ઓફ થયો અને ત્યારબાદ ફોન ચાલુ કર્યો ત્યારે એક મેસેજ આવ્યો હતો. મેસેજ બેંકનો હતો કે, તેના ખાતામાંથી 80,000 રૂપિયા ડેબિટ થયા છે. આ રીતે સ્કેમર્સ લોકો સાથે છેતરપિંડી કરતા હતા. આ પ્રકારના સાયબર ફ્રોડના કેસમાં વધારો થતા પોલીસે છટકું ગોઠવી અને સાયબર ઠગની ધરપકડ કરી હતી.
આ કેસ સંદર્ભમાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સિદ્ધાંત જૈને જણાવ્યું હતું કે, પકડાયેલા આરોપીના નામ દાનિશ, માજિદ, નવદીપ કુમાવત, કૃષ્ણ ગોપાલ, મહેન્દ્ર કુમાર સેન અને સચિન નામા છે. આ લોકો સામે ઘણા રાજ્યોમાં કેસ નોંધાવામાં આવેલા છે. આ સાથે જ પોલીસે જણાવ્યું હતું કે, ગુનેગારો લોકોને નોકરીની લાલચ આપતા અને તેમની સાથે વિશ્વાસ કેળવી રૂપિયા પડાવતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે……
1 comment
[…] ફોન હેક કરીને લોકો સાથે છેતરપિંડી […]
Comments are closed.