Abhayam News
AbhayamGujarat

ગાંધીનગરમાં સરકારી કચેરીઓનાં સમયમાં કરાયો ફેરફાર

Change in government office timings in Gandhinagar

 વાયબ્રન્ટ ગ્લોબલ સમિટમાં દેશ-વિદેશથી મહેમાનો આવવાનાં હોઈ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ વાયબ્રન્ટ સમિટનાં એક દિવસ પહેલા એટલે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે. જેને લઈ સમગ્ર વહીવટી તંત્ર ત્રણ દિવસ કાર્યક્રમોમાં વ્યસ્ત હોઈ બુધવારથી ગાંધીનગરમાં સરકારી કચેરીઓનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.  આ બાબતે સત્તાવાર પરિપત્ર પણ જાહેર કરાયો છે. જેથી સરકારી કચેરી ખાતે કામ અર્થે આવતા અરજદારોને ધક્કો ન ખાવો પડે તેમજ તેમનો સમય ન બગડે. 

Change in government office timings in Gandhinagar

વાયબ્રન્ટ સમિટને લઈ અધિકારીઓ વ્યસ્ત છે. જેને લઈ બુધવારથી ગાંધીનગરમાં સરકારી કચેરીઓનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બુધવારથી સરકારી કચેરી સવારે 10.30 ની જગ્યાએ બપોરે 12 કલાકે શરૂ થશે. સામાન્ય વહીવટ વિભાગે સત્તાવાર પરિપત્ર કરી આ બાબતે લોકોને જાણ કરી છે. 

મંગળવારથી રસ્તાઓ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા
જાહેરાનામામાં જણાવ્યા મુજબ આ રસ્તાઓ સંબંધિત જાહેરનામું આગામી 9થી 13 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. ચ (0) થી ચ (5) રોડને નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરાયો છે. ગ, ઘ, ચ, ખ અને જિલ્લા પંચાયતથી સેક્ટર 17 અને સેક્ટર 16 તરફ જતા રસ્તા પર પણ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. સર્કિટ હાઉસથી ઝીમ ખાના તરફ અને જિલ્લા પંચાયત તરફનો રોડ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે.

આ રસ્તાઓ પર ભારે વાહનો પર પ્રતિબંધિત
આ જાહેરનામાં મુજબ સેન્ટ્રલ વિસ્તારનો રોડ પણ નો પાર્કિંગ ઝોન રહેશે. શહેરમા રોડ નંબર 7 સુધી તમામ ભારે વાહનો માટે પ્રતિબંધિત રહેશે. સવારે 6થી રાતના 11 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, જ રોડ પણ આમ જનતા માટે પ્રતિબંધિત કરાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

આ ભારતીય ક્રિકેટર છે સૌથી ગરીબ

Vivek Radadiya

ઉમિયાધામનો સૌથી મોટો ઉત્સવ ઉજવાશે,74 હજાર વારમાં બનાવાશે સંકુલ..

Abhayam

ભગવાન જગન્નાથ નીકળશે નગરચર્યાએ….

Abhayam