Abhayam News
AbhayamGujarat

ગિરનાર અને દાતાર પર્વત પર હવે આ વસ્તુઓ લઇ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ

Carrying of these items is now strictly prohibited on Mount Girnar and Datar

ગિરનાર અને દાતાર પર્વત પર હવે આ વસ્તુઓ લઇ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ પહાડોના સૌદર્યને બચાવવા અને કુદરતી સંપદાનું રક્ષણ કરવા સહિત સ્વચ્છાના હેતુસર એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગિરનારમાં આજથી જ તેની અમલવારી શરૂ થશે

પર્યાવરણના જતનને ધ્યાનમાં રાખીને  પ્રશાસને એક મહત્વનો નિર્ણય લીધો છે. આજથી ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકની કોઇપણ વસ્તુઓ લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ગિરનાર અને દાતાર પર્વત પર હવે આ વસ્તુઓ લઇ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ

Carrying of these items is now strictly prohibited on Mount Girnar and Datar

ગિરનાર અને દાતાર પર્વત પર પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધની આજથી અમલવારી શરૂ થઇ જશે. પ્લાસ્ટિક મુક્ત ગિરનાર પર્વત અભિયાન અંતર્ગત પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો છે. .. 600 વેપારીને પ્રશાસને આપ્યા 600 વોટર જગ આપ્યા છે. વેપારીઓ માટી અને કાચની બોટલનો ઉપયોગ કરી શકશે.

ઉલ્લેખનિય છે કે, પ્લાસ્ટિકની બોટલ  સહિતની ડિસ્પોઝિબલ વસ્તુઓ યુઝ એન્ડ થ્રો હોવાથી લોકો તેનો યુઝ કરીને પર્વત પર ફેકી દેતા હોય છે. જેના કારણે સુંદર રમણીય પર્વત પર પ્લાસ્ટિકનો કચરો જમા થતો જાય છે. પર્યાવરણ અને આપણી કુદરતી સંપદાના જતન માટે અને આ સ્થળો પર સ્વચ્છતા જળવાય રહે માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયની આજથી જ અમલવારી કરવામાં આવશે.

જૂનાગઢ ગિરનારનો ઇતિહાસ

ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર 3600, અંબાજી 3300, ગૌમુખી શિખર 3120, જૈન મંદિર શિખર 3300 અને માળીપરબ 1800 ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે. ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને 866 મંદિરો આવેલા છે. પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. એવુ કહેવાય છે કે કુલ 9.999 પગથિયા છે, પણ ખરેખર 11000  પગથિયા છે. અહીં દર વર્ષે ગિરનારની  પરિક્રમા  યોજાઇ છે. જેને લીલી પરિક્રમા કહેવાય છે.  જેમાં દર વર્ષે લાખો  લોકો જોડાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

ભારતનો આર્થિક વૃદ્ધિદર 6.7 ટકા રહેવાની ધારણા

Vivek Radadiya

માવઠાની આગાહીને લઇ કૃષિમંત્રીનું નિવેદન 

Vivek Radadiya

મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી આવશે આમને-સામને

Vivek Radadiya