Abhayam News
AbhayamNationalWorld

આખરે ભારત સામે કેનેડાએ નમતું જોખવું પડ્યું, પોતાના 41 રાજદ્વારીઓને પરત બોલાવી લીધા

વિદેશ મંત્રી જોલીએ કહ્યું કે, ભારતે રાજદ્વારીઓને શુક્રવાર સુધીમાં દેશ છોડી દેવાનો આદેશ આપ્યો, જો તે આમ નહીં કરે તો તેનો રાજદ્વારી દરજ્જો રદ કરી દેવામાં આવશે

  • કેનેડા ભારત વિવાદ  વચ્ચે હવે એક મોટા સમાચાર 
  • કેનેડાએ ભારતમાં હાજર તેના 41 રાજદ્વારીઓને પાછા બોલાવ્યા
  • ભારતનું પગલું રાજદ્વારી સંબંધો પર વિયેના કન્વેન્શનનું સ્પષ્ટ ઉલ્લંઘન: વિદેશ મંત્રી જોલી

કેનેડા ભારતીય રાજદ્વારીઓને દેશ છોડવાનું કહેશે નહીં
વિદેશ મંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ભારતની કાર્યવાહીથી અમારા રાજદ્વારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે તેમને ભારતથી પાછા બોલાવ્યા છે. તેમણે કહ્યું કે, જો આપણે રાજદ્વારી પ્રતિરક્ષાના નિયમને તોડવા દઈએ તો દુનિયાનો કોઈ રાજદ્વારી સુરક્ષિત નહીં રહે. આ કારણોસર અમે ભારતની કાર્યવાહીનો કોઈ જવાબ આપવાના નથી. ભારત છોડી ગયેલા 41 રાજદ્વારીઓની સાથે 42 લોકો પણ છે જેઓ તેમના પરિવારના સભ્યો છે. 

ભારત અને કેનેડા વચ્ચે વિવાદનું કારણ શું છે? 
વાસ્તવમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની આ વર્ષે જૂનમાં સરે શહેરના એક ગુરુદ્વારામાં હત્યા કરવામાં આવી હતી. આ હત્યા બાદ કેનેડામાં રહેતા ખાલિસ્તાન સમર્થકોએ કેનેડા સરકાર પર દબાણ બનાવવાનું શરૂ કરી દીધું હતું. કેનેડાએ કહ્યું કે, આ હત્યામાં ભારતનો હાથ છે. આ પછી સપ્ટેમ્બરમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સંસદમાં આવ્યા અને ભારત પર નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો. તેમજ ઓટાવામાં હાજર ભારતના ટોચના રાજદ્વારીને દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો.  ભારતે ટ્રુડોના દાવાને નકારી કાઢ્યો હતો અને તેને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યો હતો. આ પછી ભારતે પણ જવાબી કાર્યવાહી કરી અને કેનેડિયન રાજદ્વારીને દેશ છોડવાનો આદેશ આપ્યો. અહીંથી જ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશની શરૂઆત થઈ હતી. આ પછી ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં સમાચાર આવ્યા કે, ભારતે નવી દિલ્હીમાં હાજર 41 કેનેડિયન રાજદ્વારીઓને દેશ છોડવા માટે કહ્યું છે. ભારતમાં કેનેડાના કુલ 62 રાજદ્વારીઓ છે.

વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કેનેડાએ ભારતમાં હાજર તેના 41 રાજદ્વારીઓને પાછા બોલાવ્યા છે. ભારત દ્વારા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યા બાદ બંને દેશોના સંબંધોમાં તણાવ સર્જાયો હતો. કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ સ્થાનિક સમય અનુસાર ગુરુવારે (19 ઓક્ટોબર) રાજદ્વારીઓને બોલાવવાની માહિતી આપી હતી. તેમણે એમ પણ કહ્યું કે, કેનેડા બદલો લેશે નહીં. 

વાસ્તવમાં કેનેડાના વિદેશ પ્રધાનની વળતી કાર્યવાહીનો અર્થ ભારતીય રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ આપવાનો છે. વિદેશ મંત્રી જોલીએ કહ્યું કે, ભારતે રાજદ્વારીઓને શુક્રવાર સુધીમાં દેશ છોડી દેવાનો આદેશ આપ્યો છે. તેને કહેવામાં આવ્યું હતું કે, જો તે આમ નહીં કરે તો તેનો રાજદ્વારી દરજ્જો રદ કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે, ભારતનું આ પગલું અયોગ્ય છે અને રાજદ્વારી સંબંધો પર વિયેના કન્વેન્શનનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ખેલાડી સુંદરનું નામ વોશિંગ્ટન કેવી રીતે પડ્યું 

Vivek Radadiya

બોટાદની અઢી લાખની પ્રજા પાછળ છેલ્લા પાંચ વર્ષથી પુલ નું વળગ્યું ભૂત …

Deep Ranpariya

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનુ સરેન્ડર

Vivek Radadiya