Abhayam News
AbhayamGujarat

કચ્છના ઊંટડીના દૂધને ઓર્ગેનિક સર્ટિફિકેશનની માન્યતા મળી

Camel milk from Kutch has been recognized with organic certification

 કચ્છના ઊંટડીના દૂધને ઓર્ગેનિક સર્ટિફિકેશનની માન્યતા મળી ઊંટડીના દૂધને તેના સ્વાસ્થય લાભોને ધ્યાનમાં રાખીને સફેદ સોનું કહેવામાં આવે છે. ‘ભારતમાં સૌ પ્રથમ વખત ઊંટ મિલ્ક ઓર્ગેનિક સર્ટિફિકેટ સરહદ ડેરીને મળ્યું છે, જે સમગ્ર કચ્છ માટે ગૌરવની ક્ષણ છે.

ઊંટડીના દૂધને તેના સ્વાસ્થય લાભોને ધ્યાનમાં રાખીને સફેદ સોનું કહેવામાં આવે છે.ચાંદ્રાણી સ્થિત સરહદ ડેરી ના કેટલ ફીડ પ્લાન્ટ ખાતે ‘રાજસ્થાન રાજ્ય બીજ અને ઓર્ગેનિક સર્ટીફિકેશનએજન્સી ‘ GCMMF ના ચીફ સર્ટિફિકેશનઓફિસર રાજેન્દ્ર નૈનાવત દ્વારા રૂબરૂ કેમલ મિલ્ક ઓર્ગેનિક તરીકેનું પ્રમાણિત સર્ટિફિકેટ અમૂલના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરી ના ચેરમેન વલમજીભાઈ હુંબલ ને આપવામાં આવ્યું. જે સમગ્ર ભારતમાં પ્રથમ વખત કચ્છની સરહદ ડેરીને મળ્યું છે જે સમગ્ર કચ્છ માટે ગૌરવ ની વાત છે.

Camel milk from Kutch has been recognized with organic certification

કચ્છના ઊંટડીના દૂધને ઓર્ગેનિક સર્ટિફિકેશનની માન્યતા મળી

૨૦૧૭ માં ઊંટડીના દૂધનું સંગ્રહ શરૂ કર્યું

વર્ષ 2013 માં, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંટના દૂધ અને ઊંટ સંવર્ધકોના જીવન ઉત્થાન પર કામ કરવાનું સૂચન કર્યું તેથી સરહદ ડેરીએ ઊંટના દૂધ પર કામ કરવાનું શરૂ કર્યું અને વર્ષ ૨૦૧૭ માં ઊંટડીના દૂધનું સંગ્રહ શરૂ કર્યું. 2019 માં ભારતનો પ્રથમ ઉંટ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ લાખોંદ ખાતે શરૂ કરેલ. સરહદ ડેરીએ 2017થી 1.રાપર ચિલિંગ સેન્ટર 2.નખત્રાણા ચિલિંગ સેન્ટર ખાતે માત્ર 300 લિટર/દિવસ સાથે સંગ્રહ શરૂ કર્યો, જે હાલમાં ઊંટડીનું દૂધ 3500 -4000 લિટર પ્રતિ દિવસ પ્રમાણે -રાપર, નખત્રાણા, રાજપર, કોટડા આથમણા, દયાપર ખાતે એકત્રીકરણ કરવામાં આવે છે.

ઊંટડીની દૂધના આ છે ફાયદા

ઊંટડીના દૂધના ઔષકીય ગુણધર્મો જેમ કે ઊંટડીના દૂધમાં મોટા પ્રમાણમાં ઇન્સ્યુલિન, વિટામિન ‘સી’ હોવાથી તથા ઓછા ફેટ ના કારણે ઊંટડીના દૂધ નું સેવન કરવાથી બ્લડપ્રેશર, ટી.બી, કેન્સર, પેટના દર્દો માટે ખુબજ ફાયદા કારક છે. ઊંટડીનું દૂધએ સામાન્ય માણસો માટે આરોગ્યની દ્રષ્ટિએ અને ઊંટ ઉછેરકોના આર્થિક તેમજ સામાજિક હિતાર્થે ખૂબ જ ઉપયોગી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

જળ ઉત્સવમાં મજા પડી જશે, આટલી સુવિધા હશે

Vivek Radadiya

વર્લ્ડ કપ 2023માં આ ખેલાડીએ વધાર્યું રોહિત શર્માનું ટેન્શન

Vivek Radadiya

સુરત:-આ કોન્સ્ટેબલ ચાર મહિનાના બાળક સાથે કરે છે નોકરી..

Kuldip Sheldaiya