વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં મુકેશ અંબાણી સહિતના ઉદ્યોગપતિએ કર્યું સંબોધન ભારતના અગ્રણી ઉદ્યોગપતિઓ આજે ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટમાં હાજર છે. જ્યારે તેમને સમિટમાં સંબોધન આપ્યુ છે. જેમાં લક્ષ્મી મિત્તલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના મંચ પર સંબોધન કરતા જણાવ્યુ હતુ કે ગત વાયબ્રન્ટ ગુજરાતમાં હું આવ્યો હતો, જેમાં વડાપ્રધાન મોદીએ one earth one family, one future ની વાત કરી હતી.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં મુકેશ અંબાણી સહિતના ઉદ્યોગપતિએ કર્યું સંબોધન
ભારતના અગ્રણી ઉદ્યોગપતિઓ આજે ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટમાં હાજર છે. જ્યારે તેમને સમિટમાં સંબોધન આપ્યુ છે. જેમાં લક્ષ્મી મિત્તલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના મંચ પર સંબોધન કરતા જણાવ્યુ હતુ કે ગત વાયબ્રન્ટ ગુજરાતમાં હું આવ્યો હતો, જેમાં વડાપ્રધાન મોદીએ one earth one family, one future ની વાત કરી હતી.
ગુજરાતમાં ફેર ટ્રાન્સપરન્ટ અને પોલસી ડ્રાઈવન સરકારની ઓળખ રહી છે. જે અન્ય રાજ્યથી અલગ છે. એટલે અમારી કંપની પણ અહીં રોકાણ કરી રહી છે.આજથી 4 વર્ષ પહેલાં અમારી કંપની અહીં કામ શરૂ કર્યું હતું. 2026 સુધીમાં અમારો પ્રોજેકટ પૂરો થઈ જશે.જ્યારે આ પ્રોજેકટ પૂરો થશે ત્યારે 2400 મિલિયન ટન સ્ટીલ પ્રોડક્ટ કરી દેશમાં no 1 બની જશે.
હું નસીબદાર છું કે પહેલા સમિટથી આ ઈવેન્ટ સાથે જોડાયેલો છું – મુકેશ અંબાણી
તો આ સાથે જ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના મંચ પર જણાવ્યુ કે હું નસીબદાર છું કે પહેલા સમિટથી આ ઈવેન્ટ સાથે જોડાયેલો છું. મને ગુજરાતી હોવાનું અભિમાન છે. નવું ગુજરાત વડાપ્રધાન મોદીના વિઝનને આભારી છે.સાથે જ તેમણે જણાવ્યુ કે નરેન્દ્ર મોદી ભારતના ઇતિહાસના સૌથી સફળ વડાપ્રધાન છે. મુકેશ અંબાણીએ જણાવ્યુ કે મારા પિતાએ મને કહ્યું કે ગુજરાત જન્મ ભૂમિ છે અને કર્મ ભૂમિ છે.
ત્યારે આ 5 સંકલ્પ છે. રિલાયન્સ 10 વર્ષ સુધી ગુજરાત માં.લિડીગ રોલ માં રહેશે. તેમજ રીન્યુબલ એનર્જી માં અમારું યોગદાન રહેશે ગુજરાત એ લિડીગ એક્સપોર્ટ આ ક્ષેત્ર માં બનાવીશું. રિલાયન્સ જીઓ થી અમે ગુજરાત ને data ક્ષેત્રે ગ્લોબલ ફલક પર લઈ જઈશું જેમાં AI મહત્વ ની ભૂમિકામાં હશે.રિલાયન્સ રિટેલ દ્વારા ખેડૂતો અને સામાન્ય લોકો માટે મહત્વની ભૂમિકામાં હશે.તો કાર્બન ફાઇબર ફેસિલિટી માં અગ્રેસર બનીશું.તો આગામી સમયમાં ભારતમાં રમાનાર ઓલમ્પિક ગેમ માટે મદદરૂપ ભૂમિકામાં હોઈશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે