Abhayam News
AbhayamGujarat

સાઉથના આ સુપરસ્ટારની બોલિવૂડના લોકો ઉડાવતા હતા મજાક

Bollywood people used to make fun of this South superstar

સાઉથના આ સુપરસ્ટારની બોલિવૂડના લોકો ઉડાવતા હતા મજાક વિજય સેતુપતિ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા છે. જો કે ફિલ્મ જવાન બાદ હવે તેનો જાદુ હિન્દી દર્શકો પર પણ કામ કરી ગયો છે. કેટરીના કૈફ સાથે તેની આગામી ફિલ્મ મેરી ક્રિસમસની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 12 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. આ પહેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે કહ્યું હતું કે ઉત્તર અને હિન્દી દર્શકોનો સામનો કરતા પહેલા તે અમુક વાતોથી ડરતા હતા. આ સાથે જ વિજયે એમ પણ કહ્યું હતું કે ભૂતકાળમાં તેની સાથે ઘણી વખત બોડી શેમિંગ કરવામાં આવી હતી. જો કે હવે તે ખુશ છે કે દર્શકોનો પ્રેમ તેને મળી રહ્યો છે. 

Bollywood people used to make fun of this South superstar

સાઉથના આ સુપરસ્ટારની બોલિવૂડના લોકો ઉડાવતા હતા મજાક

ચપ્પલ પહેરવા પર વિજયને બોડી શેમિંગ વિશે યાદ આવી ગયું હતું અને તેણે કહ્યું, હું આવો હતો અને આ કારણે મણે ઘણી વખત બોડી શેમિંગ કરવામાં આવતો. આવું થાય છે પણ સારી વાત એ છે કે લોકો તમને તમે જેવા છો તેવા સ્વીકારવા લાગે છે. હવે હું જ્યાં પણ જાઉં છું, લોકો મને સ્વીકારે છે જે ઘણી સારી વાત છે. 

Bollywood people used to make fun of this South superstar

ચાહકોનો પ્રેમ એનર્જી ડ્રિંક જેવો છે
છેલ્લા કેટલાક વર્ષોમાં સાઉથના કલાકારો પ્રત્યે હિન્દી દર્શકોનો પ્રેમ વધ્યો છે. ત્યાંના ઘણા સ્ટાર્સ બોલિવૂડ ફિલ્મો કરવામાં રસ દાખવી રહ્યા છે. વિજય સેતુપતિ હવે કેટરિના કૈફ સાથે મેરી ક્રિસમસથી દર્શકોનું મનોરંજન કરશે. તેણે કહ્યું કે દર્શકોનો પ્રેમ તેને કહે છે કે બોલિવૂડ ફિલ્મો કરવાનો નિર્ણય યોગ્ય છે. હું માનું છું કે ચાહકોનો પ્રેમ સાચો છે. દર્શકોનો પ્રેમ મેળવવો એ એનર્જી ડ્રિંક જેવું છે. જ્યારે લોકો તમને પ્રેમ કરે છે, ત્યારે તમારામાં આશા જાગે છે કે તમારું કામ લોકો સુધી પહોંચ્યું છે અને તેમને તે ગમ્યું છે. મને આ વાતની જાણ ફેન્સ ક્લબમાંથી થઈ. તેઓ હંમેશા મને ઉર્જા આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

આ જગ્યાએ ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં : આટલા લોકોના મોત થયા ..

Abhayam

ગાંધીનગર ગિફ્ટસિટીમાં દારૂની છૂટ અંગે નિયમો જાહેર

Vivek Radadiya

વરિષ્ઠ નાગરિકો માટે ચાર શ્રેષ્ઠ યોજનાઓ, 8.2 ટકા સુધીનું વ્યાજ અને ટેક્સમાં છૂટ

Vivek Radadiya