સુરતના જીયાવ બુડિયામાં ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ સુરતનાં જીયાવ બુડિયામાં સી.આર.પાટીલનાં અધ્યક્ષ સ્થાને સ્નેમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપ એક પછી એક રાજ્યમાં જીતતું જાય છે. કેન્દ્રમાં ફરીથી સરકાર બનાવવાની છે.
કોંગ્રેસનાં મોટા નેતાઓને ઘર ભેગા કરી દીધા
ગુજરાત વિધાનસભામાં 20 જેટલી બેઠકો નજીવા મતોથી હારી ગયા હતા. કોંગ્રેસનાં મોટા નેતાઓને ઘર ભેગા કરી દીધા હતા. અમિત ચાવડા 2700 મતોથી બચી ગયા હતા. જીગ્નેશ મેવાણી થોડા મતોથી બચી ગયા હતા. 20 બેઠકો જીત્યા હોત તો 176 બેઠકો પહોંચી ગયા હોત.
સુરતના જીયાવ બુડિયામાં ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ
દરેક કાર્યકર્તાને બુઝ મજબૂત કરવા આહ્વાન કર્યું હતું
સુરતનાં ચોર્યાસી વિધાનસભા મત વિસ્તારમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનાં અધ્યક્ષ સ્થાને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે,
માઈનસમાં ગયેલ બુથમાંથી કાર્યકર્તાને ચૂંટણી સમયે ટિકિટ આપવામાં આવશે નહી. જે કાર્યકર્તા પોતાનાં બુથને પ્લસ નથી કરી શકતો તેવા કાર્યકર્તાને ટિકિટ આપવાનો નિર્ણય પાર્ટી ક્યારેય નહી કરી શકે. પ્રદેશ પ્રમુખે દરેક કાર્યકર્તાને બુથ મજબૂત કરવા આહવાન કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…