ચેક રિટર્ન કેસમાં ભાજપ નેતાને 1 વર્ષની સજા મળતી માહિતી મુજબ 2020 માં ભાજપનાં પૂર્વ મહિલા કોર્પોરેટર ઉષાબહેન તલરેજા સામે નરેશ રાજાઈએ ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી. નરેશ રાજાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ઉષાબહેન પિરછલ્લા વોર્ડનાં કોર્પોરેટર હતા. તે દરમ્યાન નરેશ રાજાએ ઉષાબેનને પૈસાની જરૂરીયાત હોઈ નરેશ રાજાએ ઉષાબેનને રૂા. 1.90 લાખ વગર વ્યાજે આપ્યા હતા.
એકાઉન્ટમાં પુરતા નાણાં ન હોઈ ચેક રિટર્ન થયો હતો
થોડા સમય બાદ ઉષાબેને તે રકમ પરત કરવા માટે નરેશ રાજાને અલ્હાબાદ બેંકને રૂા. 1.90 લાખનો ચેક આપ્યો હતો અને પ્રોમીસરી નોટ લખી આપી હતી. જે બાદ ઉષાબેન દ્વારા આપેલ ચેક ફરિયાદીએ તા. 3 જાન્યુઆરી 2020 નાં રોજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં જમા કરાવ્યો હતો. પરંતું ઉષાબેનનાં એકાઉન્ટમાં પુરતા નાણાં ન હોઈ ચેક રિટર્ન થયો હતો.
ચેક રિટર્ન કેસમાં ભાજપ નેતાને 1 વર્ષની સજા
કોર્ટે 1 વર્ષની સાદી કેદ અને વળતર ચૂકવવા આદેશ કર્યો
જે બાદ નરેશ રાજા દ્વારા ચેક રિટર્ન થતા વકીલ ડી.એમ.મહેતા મારફતે ઉષાબેનને નોટીસ મોકલી હતી. જે બાદ પણ ઉષાબેન દ્વારા ચેકની રકમ ચૂકવી આપવામાં ન આવતા ઉષાબેન સામે ભાવનગર કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે કેસમાં કોર્ટે આરોપી ઉષાબહેન તલરેજાને ચેક રિટર્ન કેસમાં દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદ અને વળતર પેટે રૂા. 3.80 લાખની રકમ ચૂકવવા કોર્ટે આદેશ કર્યો હતો.
ચેક રિટર્ન થાય ત્યારે કયા કયા પગલાં લઇ શકાય?
- ચેક રિટર્ન થાય ત્યારે કયા કાયદાકીય પગલાં લઇ શકાય તેનો ઉલ્લેખ The Negotiable instruments act 1881ના સેક્શન section 138માં કરેલો છે જે અંતર્ગત જયારે કોઈ પાર્ટી તમને આપેલો ચેક રિટર્ન થાય ત્યારે આ પ્રકારના પગલાં ભરી શકાય.
- ચેકને બેન્કમાં નાખી દો. જો આ ચેક બાઉન્સ થાય છે તો બેન્ક તમને આ માટે એક કારણ (return reason) લખેલો રિટર્ન મેમો (Return Memo) પાઠવશે. આ કારણો ઓછું ફંડ એટલે કે ખાતામાં ઓછા પૈસા, ખોટી સહી, ખોટી તારીખ અથવા લખવાની બીજી કોઈ ભૂલ એવું કોઈક કારણ આપેલું હશે.
- હવે જો તમે પેમેન્ટ કરનાર પાર્ટીને આ બાઉન્સ થયેલો ચેક બતાવો અને એ તમને બીજો ચેક લખી આપે તો સમાધાન થઇ જાય પણ જો એ બીજો ચેક લખવાનો ઇન્કાર કરે તો તમારી પાસે વેલિડિટી અનુસાર 90 દિવસનો સમય રહેલો છે.
- આ માટે સૌથી પહેલા તમારે એક વકીલને મળવાનું રહેશે. વકીલને તમારે ઈનવોઇસ એટલે કે તમે જે માલ વેચ્યો છે તેનું બિલ આપવું પડશે, ચેકની એક કોપી બતાવવાની અને બેન્કનો કારણ આપ્યા સાથેનો રિટર્ન મેમો બતાવવાનો રહેશે.
- વકીલની મદદથી તમારે ચેક બાઉન્સ થયાના 15 દિવસમાં રજીસ્ટર્ડ પોસ્ટ દ્વારા તમારી પેમેન્ટ પાર્ટીને એક લીગલ નોટિસ ફટકારવી પડે. આ કર્યા બાદ સામેના પક્ષ પાસે 15 દિવસનો સમય રહે છે પેમેન્ટ ચૂકવી દેવા માટે.
- જો આ 15 દિવસમાં સામેના પક્ષ દ્વારા પેમેન્ટ નથી થતું તો તમારી પાસે 30 દિવસનો સમય હોય છે જે દિવસમાં તમારે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અથવા જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ જોડે તમારો કેસ ફાઈલ કરાવવાનો હોય છે.
- કેસ ફાઈલ થયા બાદ મેજિસ્ટ્રેટ સૌપ્રથમ તમને રુબરુ મળવા બોલાવશે. જો તેમને આ કેસ યોગ્ય લાગશે તો તેઓ સામેના પક્ષને એક સમન્સ પાઠવશે. જો સામેનો પક્ષ આ સમયે હાજર ન થયો તો તેની સામે બિનજામીન પાત્ર સમન્સ અથવા વોરન્ટ પણ નીકળી શકે છે.
- સામેના પક્ષકારો હાજર થઇ ગયા બાદ કેસ ચાલશે જેમાં જો ન્યાયાધીશને લાગે છે કે પેમેન્ટ માટે ઇન્કાર કરનાર પાર્ટીની જ ભૂલ છે તો the negotiable instruments (amendment) act 2018 અંતર્ગત ન્યાયાધીશ એક કોર્ટ ઓર્ડર દ્વારા 60 દિવસની અંદર અંદર ચેકની જેટલી રકમ હતી તેના 20% interim compensation સ્વરૂપે ચૂકવી દેવામાં આવે.
- ત્યાર બાદ કેસ આગળ ચાલે છે જેમાં તમારે ફક્ત એટલું સાબિત કરવાનું છે કે તમે સામેના પક્ષને માલ વેચ્યો છે અને તમારા બેન્ક એકાઉન્ટમાં આ પેમેન્ટ પહોંચ્યું નથી. આ સાબિત થયા બાદ કોર્ટ સામેની પાર્ટીને પૂરું પેમેન્ટ કરવાનો આદેશ આપી શકે છે. અહીં સજાના ઉલ્લેખ અનુસાર સામા પક્ષને 2 વર્ષની જેલની સજા અને ચેકના કુલ પેમેન્ટ કરતા બમણો દંડની જોગવાઈ કરેલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે