હેડકલાર્કની પરીક્ષાના પેપરલીકનો મામલો…
જયેશ ઉર્ફે મુકેશ પટેલની પેપર લીક કેસમાં સંડોવણી…..
હેડ ક્લાર્કની પરીક્ષા થઇ શકે છે રદ્દ….
પેપર તપાસ ટીમે 12 લોકોની પુછપરછ કરી….
પેપરલીક કાંડમાં મોટો ખુલાસો થયો છે. હેડ કલાર્કનું પેપર ફેડનારનું નામ સામે આવ્યું છે. પેપર ફોડવામાં કેટલાક લોકો હોવાની ચર્ચા છે. ત્યારે હવે આ પરીક્ષા રદ્દ થવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે…
હેડ ક્લાર્ક પેપરકાંડમાં 12 શંકાસ્પદોની પુછપરછ કરી છે. આ લોકો સંડોવાયેલા છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. વીટીવી પાસે પોલીસ તપાસ કરેલા 12 લોકોના નામ સામે આવ્યા છે. તપાસ ટીમે ઉંછાના ફાર્મ હાઉસના માલિક, પ્રાંતિજના બાલિસણા ગામના ડૉક્ટર, ઉંછા ગામના એક વ્યક્તિ, હિંમતનગરના બોરાણા ગામના બે ભાઇ, ખેડબ્રહ્માના પિપોદરા ગામના શિક્ષક, હિંમતનગરના એક વ્યક્તિ, સલાલ ગામના સીઆરસી શિક્ષક અને તલોદમાં એક શિક્ષકની પુછપરછ પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે.
”હેડ ક્લાર્ક પેપરકાંડમાં 12 શંકાસ્પદોની પુછપરછ”
ડૉ.રાજુ પટેલ, બાલીસાણા-પ્રાંતિજના રહેવાસી અને સામાજીક કાર્યકર
જયેશ ઉર્ફે મુકેશ પટેલ, ઉંછાના રહેવાસી છે(તેની સામે અગાઉ ફ્રેન્ડ્સ ગૃપ નામે ડ્રો સ્કીમમાં છેતરપિંડીની ફરિયાદ 2017માં થઇ છે)
ધ્રુવ ભરત બારોટ, બેરણાના રહેવાસી છે
પિનાકીન ભરત બારોટ, બેરણાના રહેવાસી છે
ભરત શંકર બારોટ, ખેડબ્રહ્માની પીપોદરા પ્રાથમિક શાળામાં શિક્ષક
મહેન્દ્ર ભુદર પટેલ, હિંમતનગરના રહેવાસી છે અને માધ્યમિક આચાર્ય શિક્ષણ સંઘ પ્રમુખ
મહેન્દ્ર પટેલ સામે હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર રૂ. ૪ લાખમાં ખરીદી રૂ. ૧૦ લાખમાં વેચવાનો આરોપ
પી.કે.પટેલ ડૉ.નીતિન પટેલના મિત્ર
હર્ષદ હીરાભાઈ નાઈ જે CRCના શિક્ષક છે
હર્ષદ નાઇનું નામ અગાઉ ટાટની પરીક્ષામાં ગેરરિતી મામલે નામ સામે આવ્યું હતું
વર્ષ 2015માં સાબરકાંઠાની કાકનોલ જીલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા
સાબરકાંઠા જીલ્લા પંચાયતની કારોબારી સમિતીની અધ્યક્ષ રહી ચૂક્યો છે
હેમંત નરસિંહ પટેલ તલોદના પ્રાથમિક શિક્ષક
નરેશ મગન પટેલ જે ખેતી કામ કરે છે
હેડ ક્લાર્કના પેપરલીક કેસમાં મોટો ખુલાસો થયો છે. જયેશ ઉર્ફે મુકેશ પટેલની પેપરલીક કેસમાં સંડોવણી સામે આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, જયેશ પટેલે પેપર ફોડ્યુ હોવાનું સામે આવી રહ્યું છે. જયેશ સામે પ્રાંતિજ પોલીસમાં એક ફરિયાદ નોંધાયેલી છે. તો આમાં દેવલ પટેલ નામના શખ્સની પણ સંડોવણી છે. દેવલ પટેલ જયેશ પટેલનો ભત્રીજો છે. કાકા-ભત્રીજા બંને હાલમાં સંપર્ક બહાર છે. તો અન્ય 12 જેટલા લોકોની શંકાના દાયરામાં છે.
હેડક્લાર્કની પરીક્ષાના પેપર લીક થવાનો મામલે ઉછાના ફાર્મ હાઉસના માલિક નિતિન પટેલ SP કચેરી પહોંચ્યા હતા. જ્યાં પોતાની સંડોવણી ન હોવા બાબતે SPને રજૂઆત કરી હતી. આગામી સમયમાં માનહાનિનો દાવો કરવાની પણ કરી વાત છે. ફાર્મ હાઉસમાં પેપર સોલ્વ કરાયાનો યુવરાજસિંહે આક્ષેપ કરેલો છે. ડૉ.નીતિન પટેલે કહ્યું કે, અમે નિર્દોષ છીએ અને મારી ફેમિલીને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે. ગુનેગારને કડકમાં કડક સજા થવી જોઈએ. જીલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી છે.
આજે હેડ કલાર્ક ભરતી પેપર લીક મામલે આંદોલનકારી યુવરાજસિંહે GSSSBના અધ્યક્ષ અસિત વોરાને સચિવ, ઉપસચિવની હાજરીમાં પુરાવા સોંપ્યા છે. સાથે GSSSB આ પેપર લીક મામલે પોતે ફરિયાદી બનશે તેવુ આશ્વાસન આપ્યું છે. આ મામલે યુવરાજે વધુમાં જણાવ્યું કે બીજા કેટલાક સંવેદનશીલ પુરાવાઓ પણ સોંપવામાં આવશે જે ફક્ત ગૃહરાજ્ય મંત્રીને જ આપવા માગીએ છીએ. સરકાર અને ગૌણ સેવા મંડળ આ મામલે ફરિયાદી નહીં બને તો અમે હાઈકોર્ટમાં જઈશું. સરકારને આ મામલે એક્શન લેવા માટે 78 કલાકનુ અલ્ટીમેટમ આપીએ છીએ.
એવી સંભવના દર્શાવવામાં આવી રહી છે કે, પેપર લીક થતા પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવાઇ શકે છે. પેપર લીકની ફરિયાદ આજે દાખલ થઇ શકે છે. ગૌણ સેવા પસંદગી મંડળ ફરિયાદી બનશે. 80 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.
યુવરાજસિંહે કહ્યું કે, સોશિયલ મીડિયા સહિતના પુરાવા રજૂ કરીશું. અમે ગૃહ રાજ્યમંત્રી સમક્ષ રજૂઆત કરીશું. ગોપનિય પુરાવા ગૃહરાજ્યમંત્રીને આપીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…