ભાવનગરનો ચેતન સકારિયા 2024ની IPL Auction 50 લાખમાં KKRમાં સામેલ સાકરિયા ગુજરાત રાજ્યમાં ભાવનગરથી 15 કિમી દૂર આવેલા વરતેજ ગામનો છે. 20 ફેબ્રુઆરી 1998ના રોજ જન્મેલા ચેતન સાકરિયા 26 વર્ષનો યંગ પ્લેયર છે. તેણે વર્ષ 2023 સુધી કુલ 19 IPL મેચ રમી છે. ક્રિકેટમાં આવતા પહેલા જ ચેતન સકારિયાનું પ્રારંભિક જીવન મુશ્કેલીઓથી ભરેલુ રહ્યું છે.
ભાવનગરનો ચેતન સકારિયા 2024ની IPL Auction 50 લાખમાં KKRમાં સામેલ થયો છે આ યંગ પ્લેયરે અગાઉ 2021માં રાજસ્થાન રોયલ્સના લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર તરીકે ડેબ્યૂ કર્યું હતું. ચેતન સાકરિયાએ સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમ માટે સ્થાનિક ક્રિકેટમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. સિનિયર સૌરાષ્ટ્રની ટીમમાં રમતા પહેલા તે અંડર-19 ક્રિકેટ પણ રમ્યો હતો.

ચેતનના પિતા પાસે ટીવી ખરીદવા માટે પણ પૈસા ન હતા. ચેતનના પિતા કાનજીભાઈ ટેમ્પો ચલાવી ગુજરાન ચલાવતા હતા. તેમને તેમનો દીકરો ક્રિકેટ રમે એ પસંદ ન હતું. તે તેને અમીરોની રમત માનતા હતા. જોકે કોવિડ દરમિયાન ચેતના પિતાનું મૃત્યુ થઈ ગયુ હતુ.
ભાવનગરનો ચેતન સકારિયા 2024ની IPL Auction 50 લાખમાં KKRમાં સામેલ

એટલું જ નહીં ચેતનના ભાઈએ પણ આત્મહત્યા કરી લીધી હતી. તે સમયે તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમી રહ્યો હતો. તે ઘરે પહોંચ્યો ત્યાં સુધી તેને આ વાત કહેવામાં આવી ન હતી.કારણકે તેનો પરિવાર તેને પરેશાન કરવા માંગતો ન હતો.

તમને જણાવી દઈએ તો ચેતન પાસે મેચ રમવા માટે બુટ પણ ન હતા. તે દરમિયાન સૌરાષ્ટ્રની ટીમના સિનિયર ખેલાડી શેલ્ડન જેક્સને તેને નવા જૂતા ખરીદી આપ્યા અને તેને તાલીમ આપવામાં મદદ કરી. ત્યારે જ સાકરિયાને એમઆરએફ પેસ ફાઉન્ડેશનમાં જવાનો મોકો મળ્યો. જેક્સન અને સાકરિયા બન્ને ખાસ મિત્રો છે.

IPL ઓક્શન પહેલા 5 ડિસેમ્બર 2023એ ભારતીય ફાસ્ટ બોલર ચેતન સાકરિયાએ તેની ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે
1 comment
Comments are closed.