ભજનલાલ શર્મા બનશે રાજસ્થાનના મુખ્યમંત્રી જનલાલ શર્મા રાજસ્થાનના મુખ્યમંત્રી બનશે. આજે જયપુરમાં મળેલી ધારાસભ્ય દળની બેઠકમાં કેંદ્રીય મંત્રી રાજનાથ સિંહ સહિતના નિરીક્ષકોએ ભજનલાલ શર્માના નામ પર મહોર મારી છે.
ભજનલાલ શર્મા બનશે રાજસ્થાનના મુખ્યમંત્રી
જયપુર: રાજસ્થાનમાં ભારતીય જનતાએ અંતે પોતાના મુખ્યમંત્રી પદ માટે નામની જાહેરાત કરી છે. ભજનલાલ શર્મા રાજસ્થાનના મુખ્યમંત્રી બનશે. આજે જયપુરમાં મળેલી ધારાસભ્ય દળની બેઠકમાં કેંદ્રીય મંત્રી રાજનાથ સિંહ સહિતના નિરીક્ષકોએ ભજનલાલ શર્માના નામ પર મહોર મારી છે. આગામી દિવસોમાં ભજનલાલ શર્મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. ભજનલાલ શર્મા સાંગનેર બેઠક પરથી ધારાસભ્ય છે.
પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી જેમાં ત્રણ રાજ્યો રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી છે. છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાયને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે મધ્યપ્રદેશમાં ડૉ મોહન યાદવને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે