ઓનલાઈન ગેમિંગથી ચેતજો! ગાંધીનગરમાંથી ઓનલાઈન ગેમિંગના નામે ફ્રોડ કરનારી ગેંગ પકડાઈ છે. આરોપીઓ જે ઓનલાઇન ગેમિંગ અને સાયબર ફ્રોડથી ગુના કરતા હતા. જે સમગ્ર મામલે ગાંધીનગર પોલીસ આખા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે અને કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે
ઓનલાઈન ગેમિંગથી ચેતજો!
બે આરોપીને દબોચ્યા
બે આરોપીઓ મહોમ્મદ ઈસ્માઈલ અને સરફરાઝની ધરપકડ કરી છે. જે લોકો સામાન્ય જનતાને પ્રલોભન આપી ઠગાઈ કરતા હતા. આરોપીઓએ 200 એકાઉન્ટ ખોલ્યા હતા. અલી નામના અન્ય આરોપીને 200 એકાઉન્ટ ટ્રાન્સ્ફર કરતા હતા. જે સમગ્ર કાંડ માટે ટેલિગ્રામનો ઉપયોગ કરવામાં આવતો હતો. 25 ગૃપમાંથી 5 માં આરોપી સભ્ય હતા અને એક ગૃપમાં 1200 લોકો જોડાયેલા છે. આમ આ આરોપીઓ કુલ 6 હજાર લોકો સાથે જોડાયેલા હતા. દરેક સભ્ય પાસે 200 એકાઉન્ટ હોય તો 12 લાખ એકાઉન્ટ થાય જેમા નાણા વપરાયા છે. જો કે, પોલીસ 12 લાખ એકાઉન્ટની તપાસ કરશે તેમ આઈજીએ જણાવ્યું છે. એક એકાઉન્ટમાંથી માત્ર સાઈબર ફ્રોડ થાય તો બીજા એકાઉન્ટમાંથી નાણા ઉપાડતા હતા. ક્યારેક રોકડમાં પૈસા ઉપાડી આંગડીયા મારફતે પૈસા મોકલતા હતા. જ્યારે બીજો વ્યક્તિ પૈસા લઈ ક્રિપ્ટો કરન્સીમા કન્વર્ટ કરતો હતો. કન્વર્ટ કરી અલી નામના પોકેટમાં ક્રીપ્ટો ટ્રાન્સ્ફર કરતા હતા.
સાયબર ક્રાઈમનો કારસો
રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવે જણાવ્યું કે, દુબઈ અને અન્ય સ્થળો પર નાણા મોકલતા હોવાનું સામે આવ્યું છે, અલી નામના આરોપીની તપાસ થઈ રહી છે. આરોપી કેવા પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આતંકી પ્રવૃત્તિ કે દેશ વિરોધી પ્રવૃત્તિ સાથે જોડાયેલોને લઈ તપાસ કરાશે. આરોપીઓ પાસેથી ખાનગી બેંકોની ચેકબૂક મળી છે તેમજ 8 ડેબિટ કાર્ડ, બેંક ડિપોઝીટ સ્લીપ મળી છે. હૈદરાબાદથી ગુના માટે નોટિસ મોકલવામાં આવી છે. આરોપીઓએ હૈદરાબાદમાં ગુનો આચર્યો છે. 10 ટકા કમિશન આરોપીઓને મળતું હતું. 1થી 1.5 ટકા એકાઉન્ટ ધારકોને આપવામાં આવતું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે