Abhayam News
AbhayamGujarat

પેપર સ્ટ્રોનો ઉપયોગ કરતાં પહેલા ચેતજો!

Be warned before using paper straws!

પેપર સ્ટ્રોનો ઉપયોગ કરતાં પહેલા ચેતજો! સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે ખુબજ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હવે કોઈ પણ રેસ્ટોરેન્ટની અંદર પેપરની સ્ટ્રો આપવામાં આવે છે. હાલ પેકેટ ડ્રિંકની અંદર પણ પેપર સ્ટ્રોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે એક સોધ મુજબ જાણવા મળ્યું છે કે પેપર સ્ટ્રોને બનાવવા માટે નુકસાનકારક રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે. તેની અસર તમારા સ્વાસ્થ્ય પર થઈ શકે છે. પેપર સ્ટ્રોને પણ સ્વાસ્થ્ય માટે સારું ગણવામાં નથી આવી રહ્યું. 

પેપર સ્ટ્રોનો ઉપયોગ કરતાં પહેલા ચેતજો!

Be warned before using paper straws!

અભ્યાસ શું કહે છે? 
એક અભ્યાસ મુજબ જાણવા મળ્યું છે કે પેપર સ્ટ્રોનાં માધ્યમથી કોઈ પણ વસ્તુનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આ પેપર સ્ટ્રોની અંદર ઝેરી રસાયણો હોય છે. જે કોઈ પણ જીવ અને પર્યાવરણ માટે નુકસાનકારક છે. સંસોધનમાં સામે આવ્યું છે કે કાગળ અને વાંસના બનેલા સ્ટ્રોમાં પોલી- અને પરફ્લુરોઆલ્કિલ પદાર્થો [PFAS] મળી આવ્યા છે. આ પદાર્થ લોકોનાં સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. પેપર સ્ટ્રો બનાવટી 20 માંથી 18 કંપનીઓની સ્ટ્રોમાં આ પદાર્થ જોવા મળ્યા છે. 

ગંભીર બીમારીઓનું જોખમ 
આ રસાયણ લાંબા સમય સુધી તમારા શરીરમાં રહે છે. તેના કારણે કિડનીમાં કેન્સર થઈ શકે, તમારું કોલેસ્ટ્રોલ વધી શકે અને જન્મ સમયે બાળકોનું વજન પણ ઓછું જોવા મળી શકે છે. તે જ સમયે, આ અભ્યાસમાં એ પણ બહાર આવ્યું છે કે સ્ટીલના કોઈપણ સ્ટ્રોમાં [PFAS] ના કોઈ નિશાન મળ્યા નથી અને તે સુરક્ષિત છે. તમને જણાવી દઈએ કે પેપર સ્ટ્રોમાં મોટી માત્રામાં [PFAS] ની હાજરી પાણીના કોટિંગને કારણે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

PM મોદીનો મોટો શાબ્દિક હુમલો

Vivek Radadiya

સુરત :-આમ આદમી પાર્ટી ”વતનની વ્હારે” ..

Abhayam

વાવાઝોડું ગયું અને તબાહી છોડતું ગયું:-જાણો ગુજરાતમાં કેટલા કરોડનું થયું નુક્શાન?

Abhayam