Abhayam News
Abhayam

ફ્રિંગરપ્રિંટ ક્લોનથી બેંક એકાઉન્ટ થઈ રહ્યા ખાલી

Bank account emptying with fingerprint clone

ફ્રિંગરપ્રિંટ ક્લોનથી બેંક એકાઉન્ટ થઈ રહ્યા ખાલી આજકાલ સ્કેમર્સ નકલી ફિંગરપ્રિંટ તૈયાર કરીને લોકોના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી રહ્યા છે. આ વર્ષે બિહાર પોલીસે એક સ્પેશિયલ ઈનવેસ્ટિગેશન ટીમનું ગઠન કર્યું. અને બે લોકોની ધરપકડ કરી. 

Bank account emptying with fingerprint clone

જેમની પાસેથી 512 ક્લોન ફિંગરપ્રિંટ મળી આવ્યા. આ ફેક થંપ ઈમ્પ્રેશનને પ્લાસ્ટિકના અંગુઠા પર તૈયાર કરવામાં આવ્યા હતા. સ્કેમર્સ તે લોકોને શિકાર બનાવતા હતા. જે ઓછુ ભણેલા હતા અને આધાર ઈનેબલ પેમેન્ટ સિસ્ટમનો યુઝ કરે છે. 

ફ્રિંગરપ્રિંટ ક્લોનથી બેંક એકાઉન્ટ થઈ રહ્યા ખાલી

શું છે AePS સિસ્ટમ? 
હકીકતે આધાર ઈનેબલ પેમેન્ટ સિસ્ટમને વર્ષ 2014માં લોન્ચ કર્યું હતું. આ સર્વિસનો હેતુ તે ભારતીય લોકોને ફાયદો પહોંચાડવાનો હતો જે લોકોના ગામમાં કે આસપાસ કોઈ બેંકની બ્રાંચ નથી. તે લોકો આધાર ઈનેબલ પેમેન્ટ સિસ્ટમ સર્વિસનો ફાયદો ઉઠાવી શકે છે અને નજીકના સાઈબર કેફે કે જન સુવિધા કેન્દ્ર જઈને રૂપિયા લઈ શકે છે. 

Bank account emptying with fingerprint clone

AePS સિસ્ટમનો કેવી રીતે કરશો ઉપયોગ? 
AePS સિસ્ટમથી રૂપિયા ઉપાડવા માટે વ્યક્તિને ફક્ત આધાર કાર્ડ નંબર અને બાયોમેટ્રિક ઓથોન્ટિકેશનનો યુઝ કરવાનો હોય છે. જેમાં થંપ અને Iris Scan શામેલ છે. તેના બાદ તે પોતાના બેંક એકાઉન્ટથી સરળતાથી રૂપિયા ઉપાડી શકે છે. આ સિમ્પલ પ્રોસેસનો ઉપયોગ સાઈબર ઠગ પણ કરે છે. 

પીડિતના ફિંગરપ્રિંટને કોપી કેવી રીતે કરે છે? 
સાઈબર ફ્રોડ વિક્ટમના ફિંગરપ્રિંટનું ક્લોન લેવા માટે અલગ અલગ રીતનો ઉપયોગ કરે છે. પોલીસે જે બે લોકોની ધરપકડ કરી હતી. તેમણે જણાવ્યું કે તે ફિંગરપ્રિંટનું ક્લોન તૈયાર કરવા માટે ગામના લોકો પાસે જાય છે. તેના બાદ તેમને ઈન્સ્ટન્ટ લોન કે પછી રાશન કાર્ડનું બહાનું આપે છે. ત્યાર બાદ ચોરી છુપે તેમના ફિંગરપ્રિંટ ક્લોન તૈયાર કરી લે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે કર્મચારીઓને કરી ઓફર

Vivek Radadiya

સંસદમાં ઘૂસવાનાં બે પ્લાન બનાવ્યા હતા ‘માસ્ટરમાઈન્ડ’ લલિતનો મોટો ખુલાસો

Vivek Radadiya

ભાજપમાં ભંગાણ, માલધારી સમાજના આગેવાનો સહિત 200એ રાજીનામું આપ્યું …

Abhayam