અસલી સોનાને ટક્કર મારે એવું બગસરાનું સોનું સોનામાં પણ બગસરાનું સોનું પ્રખ્યાત થયું છે. ગુજરાત નહીં પરંતુ દિલ્હી સુધી આ સોનાની નીકાસ કરવામાં આવે છે. કરોડો રૂપિયાનું વેચાણ થાય છે. દિવાળી પહેલા ખરીદી વધી છે.
બગસરામાં ખોટું સોનું એટલે કે ગોલ્ડ ઇમિટેશનની ખરીદી
અહીંથી મુંબઈ, અમદાવાદ, કલકતા, દિલ્હી શહેરમાં નિકાસ કરવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં દિવાળીનો માહોલ જામતો જાય છે,
ત્યારે મોટી સંખ્યામાં લોકો બગસરામાં ખોટું સોનું એટલે કે ગોલ્ડ ઇમિટેશનની ખરીદી કરવા માટે આવે છે અને ખરીદી કરી રહ્યા છે.
બગસરામાં ઇમિટેશન જ્વેલરીનું મોટું માર્કેટ છે.
ઇમિટેશન જ્વેલરી બગસરાના સોના તરીકે ઓળખાય છે.બગસરામાં ઇમિટેશન જ્વેલરીનું મોટું માર્કેટ છે.
અહીં 500 જેટલા શોરૂમ આવેલા છે અને હજારો લોકોને રોજગારી મળે છે.નિયમિત મોટી સંખ્યમાં લોકો ખરીદી કરવા આવે છે.
અસલી સોનાને ટક્કર મારે એવું બગસરાનું સોનું
વર્ષોથી અનેક લોકો આ ઇમિટેશન બનાવી રોજગાર મેળવે છે. હાલમાં સમયે સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે.લોકોને સોના પ્રત્યે મોહ છે, પરંતુ હવે સોનું મોંઘું હોવાથી ખરીદી શકતા નથી.
સોનું મોંઘું થતા લોકો ઇમિટેશન જ્વેલરી તરફ આકર્ષાયા છે. સોના જેવી જ વસ્તુ બગસરામાં મળે છે. બગસરાની ઇમિટેશન જ્વેલરી સોનાને ટક્કર આપે છે.
ઈમિટેશન જ્વેલરી ક્ષેત્રે કરોડોનું ટર્નઓવર અહીંના વેપારીઓ કરે છે. સોના જેવી જ દેખાતી ચેન પાંચ વર્ષ સુધી પહેરી શકાય છે. જેથી અહીં મોટી સંખ્યામાં લોકો ઈમિટેશન જ્વેલરી ખરીદવા આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે