બિપાશા બાસુ (Bipasha Basu) અને કરણ સિંહ ગ્રોવર (Karan Singh Grover) ટૂંક સમયમાં જ માતા-પિતા બનવાના છે. હાલમાં જ કપલે ‘મોમ ટુ બી’ બિપાશા બાસુનું ‘બેબી શાવર’ના અવસરને શાનદાર રીતે સેલિબ્રેટ કર્યો હતો. પતિ કરણ સિંહ ગ્રોવર સાથેની તેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
બોલિવૂડ અભિનેત્રી બિપાશા બાસુ માતા બનવાની છે. થોડા સમય પહેલા અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે આ Good News શેર કરી હતી. હવે અભિનેત્રીના બેબી શાવરની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.બિપાશા બાસુ ટૂંક સમયમાં માતા બનવાની છે. પતિ કરણનો હાથ પકડીને સ્માઈલ સાથે બિપાશાએ મીડિયા સાથે પોતાની ખુશી શેયર કરી હતી
.
કરણ અને બિપાશાએ મીડિયા સાથે આવનાર બાળકની ખુશીને સેલિબ્રેટ કરતા કેક પણ કાપી હતી. ફેન્સ આ તસવીરોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.’બેબી શાવર’ના આ ખાસ અવસર પર વેન્યૂને સુંદર રીતે સજાવવામાં આવ્યું છે. હોલને ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યો હતો.બિપાશા અને કરણ સિંહ ગ્રોવર પહેલીવાર પેરેન્ટ્સ બનવાના છે, દેખીતી રીતે જ તેઓ આ માટે ખૂબ જ ઉત્સાહિત હશે.
ડીપ નેક સ્લિટ ગાઉન પહેરી બિપાશા બસુએ સેલિબ્રેટ કર્યું બેબી શાવર,જુઓ તસવીરો
લોઅર પરેલના એક મોલમાં બિપાશા અને કરણે તેમના નજીકના મિત્રો અને પરિવાર સાથે બિપાશાના ‘બેબી શાવર’ સેલિબ્રેટ કરી રહ્યા છે.43 વર્ષની ઉંમરે બિપાશા બાસુ માતા બનવા જઈ રહી છે. 2016માં એટલે કે 6 વર્ષ પહેલા તેણે કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા.લગ્નના 6 વર્ષ બાદ બિપાશા અને કરણ સિંહ ગ્રોવરના ઘરમાં ખુશીઓએ દસ્તક આપી છે.
તાજેતરમાં કપલે નાના મહેમાનના આગમનની ખુશીમાં બેબી શાવર યોજ્યું હતું, જેમાં બિપાશા અને કરણના કેટલાક ખાસ લોકોએ હાજરી આપી હતી.બિપાશા બાસુના બેબી શાવરની તસવીરો સામે આવી છે, જેમાં અભિનેત્રી પિંક કલરના ડ્રેસમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે, જ્યારે કરણ બ્લૂ સૂટમાં હેન્ડસમ લાગી રહ્યો છે.
બિપાશાના બેબી શાવરમાં તેની ખાસ મિત્ર આરતી સિંહે પણ હાજરી આપી હતી. આ દરમિયાન આરતીએ પિંક કલરનો ડ્રેસ પણ પહેર્યો હતો.
પ્રેગ્નેન્સી પહેલા ઘણી વખત બિપાશાની પ્રેગ્નન્સીના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા. પરંતુ તે માત્ર અફવાઓ હતી.
બેબી શાવરની તસવીરો વાયરલ
હવે બિપાશા બાસુની બેબી શાવર સેરેમની થઈ છે. જેની ઘણી તસવીરો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ દરમિયાન બિપાશા ખૂબ જ સુંદર લાગી રહી હતી.