હીંગને ઈરાનમાં ફૂડ ઓફ ગોડ્સ કહેવામાં આવે છે. દુનિયાના ઘણા દેશોમાં તેને દવાના રૂપમાં ઉપયોગમાં લેવાય છે. માત્ર ભારત જ એક એવો દેશ છે, જ્યાં આજે પણ તેનો એક મસાલા તરીકે ઉપયોગ થઈ રહ્યો છે
જો તમે બિઝનેસ કરવાનું વિચારી રહ્યા હોવ, તો આજે અમે તમને એવો બિઝનેસ જણાવી રહ્યા છીએ, જેની ભારતમાં મોટી માંગ છે, પરંતુ ઉત્પાદન ઘણું ઓછું છે. માંગને પૂરી કરવા માટે ભારત તેને બીજા દેશોમાંથી આયાત કરે છે. આ એક એવી પ્રોડક્ટ છે, જેની વગર ભારતનું કોઈપણ રસોડું અધૂંરુ લાગી આવે. વાસ્તવમાં અમે વાત કરી રહ્યા છીએ, હીંગની. હીંગની ખેતી ભારતમાં નથી થતી, પરંતુ હવે ઘણા લોકોએ શરૂઆત કરી છે અને હિમાચલ પ્રદેશમાં તેને ખેતી શરૂ કરવામાં આવી છે. જો તમે પણ આજના જમાનામાં સારી કમાણી કરવા માંગો છો, તો હીંગની ખેતી દ્વારા સરળતાથી લાખો રૂપિયા કમાઈ શકો છો.
હીંગી કિંમત તેના પર નિર્ભર કરે છે કે, તેને કેવી રીતે ઉગાડવામાં આવી છે. ભારતમાં શુદ્ધ હીંગની કિંમત 35,000 રૂપિયાથી 40,000 રૂપિયા પ્રતિ કિલો સુધી છે. એટલા માટે વૈજ્ઞાનિકોને લાગે છે કે, હીંગની ખેતીથી ખેડૂતોને જોરદાર ફાયદો થશે.
ભારતમાં હીંગનો વપરાશ- હીંગને ઈરાનમાં ફૂડ ઓફ ગોડ્સ કહેવામાં આવે છે. દુનિયાના ઘણા દેશોમાં તેને દવાના રૂપમાં ઉપયોગમાં લેવાય છે. માત્ર ભારત જ એક એવો દેશ છે, જ્યાં આજે પણ તેનો એક મસાલા તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. દુનિયાની 40 ટકા હીંગ ભારતમાં ઉપયોગમાં લેવામાં આવે છે. હીંગના ઉપયોગની સાથે ભોજનનો સ્વાલ વધવા ઉપરાંત તે સ્વાસ્થ્ય માટે પણ ઘણી ફાયદાકારક છે. જાણકારી પ્રમાણે, હીંગમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી, એન્ટી-બેક્ટીરિયલ અને એન્ટી વાયરલ ગુણ મળી આવે છે. ઘણી બધી પ્રોડક્ટમાં સ્વાદ લાવવા અને ખાવા-પીવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
2020માં ભારતમાં શરૂ થઈ હતી હીંગની ખેતી- હવે ભારતમાં હીંગની ખેતી શરૂ થઈ ગઈ છે. વર્ષ 2020થી હિમાચલ પ્રદેશમાં તેની ખેતી શરૂ થઈ છે. હિમાચલના લાહોલી ઘાટમાં ખેડૂતો હિંગની ખેતી કરી રહ્યા છે. તેના માટે તેમને હિમાલય બાયોરિસોર્સ ટેકનોલોજીથી મદદ મળી છે.
હીંગની ખેતી માટે પ્રતિ હેક્ટર 3 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. આ ખર્ચના પાંચમાં વર્ષમાં ખેતી કરવાથી વધારેમાં વધારે 10 લાખ રૂપિયા સુધીનો નફો થાય છે. બજારમાં 1 કિલો હીંગનો ભાવ 35,000થી 40,000 રૂપિયા પ્રતિ કિલો છે. જો તમે મહિનામાં 5 કિલો હીંગ વેચી દો છો, તો તમે દર મહિને 2,00,000 રૂપિયા સુધી કમાણી કરી શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…