ED દ્વારા ધરપકડની શક્યતા વચ્ચે અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 6,7, અને 8 જાન્યુઆરીએ ગુજરાત આવવાના છે. એક તરફ ED દ્વારા તેમની ધરપકડ થશે તેવા સમાચાર છે,જો કે આ દરમિયાન અરવિંદ કેજરીવાલની ગુજરાતના પ્રવાસે આવવાની માહિતીએ અનેક સવાલો ઊભા કર્યા છે.ED દ્વારા ધરપકડની શક્યતા વચ્ચે અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત
એક્સાઇઝ પોલિસી કેસમાં બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ત્રીજા સમન્સ પર પણ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાજર થયા ન હતા, ત્યારે ED દ્વારા દિલ્હીના અરવિંદ કેજરીવાલની ગમે ત્યારે ધરપકડ થવાનો દાવો આમ આદમી પાર્ટીના નેતાઓએ જ કર્યો છે.જો કે આ સમાચાર વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવવાના છે.
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવશે કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 6,7, અને 8 જાન્યુઆરીએ ગુજરાત આવવાના છે. એક તરફ ED દ્વારા તેમની ધરપકડ થશે તેવા સમાચાર છે,જો કે આ દરમિયાન અરવિંદ કેજરીવાલની ગુજરાતના પ્રવાસે આવવાની માહિતીએ અનેક સવાલો ઊભા કર્યા છે.
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુલાકાત !
લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે તમામ રાજકીય પક્ષોએ પ્રચાર માટે તૈયારી આરંભી દીધી છે,ભાજપે તો પોતાના કાર્યકરોને મોટી સંખ્યામાં જમીની સ્તરે ઉતારી પણ દીધા છે, ત્યારે હવે આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે તૈયારીઓ શરુ કરે તેવુ લાગી રહ્યુ છે. આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યપ્રધાન ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ તેમની આ મુલાકાત હોવાનું માનવામાં આવી રહ્યુ છે.
ધારાસભ્ય ચૈતર વસાવા સાથે કરી શકે છે મુલાકાત
માહિતી મળી છે કે અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાના સંમેલન અને જનસભાઓને સંબોધિત કરશે. જેલમાં બંધ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની પણ તેઓ મુલાકાત લઈ શકે છે. ચૈતર વસાવાના પરિવાર સાથે પણ તેઓ મુલાકાત કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે