વધુ એક ગુજરાતીની અમેરિકામાં હત્યા અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવકની હત્યા નિપજાવવામા આવતા ચકચાર મચી જવા પામી છે. નવસારીના સોનવાડી ગામના યુવકની અમેરિકામાં હત્યા થઈ છે. નોર્થ કેરોલિનામાં મોટેલ ચલવતા 46 વર્ષીય સત્યેન નાયકની હત્યા થતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થયા છે.
હત્યારાએ પણ કરી આત્મહત્યા
પોતાની મોટેલમાં બેસી રહેલ હોમલેસ ગોરિયાએ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. સત્યેન નાયકની હત્યા થતાં તેમના પત્ની અને દીકરા-દીકરી એકલા થઈ ગયા છે. અત્રે જણાવીએ કે, તેમની હત્યા બાદ હોમલેસ ગોરીયાએ પણ ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે.
હત્યા કારણ અકબંધ
સત્યેન નાયકની ગોળીબારથી હત્યા કેમ કરાઈ તેનું કારણ અકબંધ છે તેમજ હત્યા અને આત્મહત્યા થતાં સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથધરી છે. ગુજરાતી યુવકની હત્યાથી સોનવાડી ગામ સ્થિત પરિવાર શોકનો માહોલ છવાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે