Abhayam News
AbhayamSports

ટીમ ઈન્ડિયાની જાહેરાત આ ખેલાડીની થશે વાપસી …..

  • WTC ફાઇનલ માટે આજે થઈ શકે છે ટીમ ઈન્ડિયાની જાહેરાત
  • ખેલાડીની થશે વાપસી

ચેતન શર્માની આગેવાનીવાળી પસંદગી સમિતિ તે મોટાભાગના ખેલાડીઓને તક આપી શકે છે, જેણે ફેબ્રુઆરી-માર્ચમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચની સિરીઝ રમી હતી. હાર્દિક પંડ્યા પર બધાની નજર રહેશે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટી20 મેચમાં રેગ્યુલર બોલિંગ કરી રહ્યો નથી. 

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે. આ મુકાબલા માટે એક મોટી ટીમની જાહેરાત પસંદગીકારો કરી શકે છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ફાઇનલ મેચ માટે પસંદ થનારી ટીમમાં ચાર ઓપનર, પાંચ મિડલ ઓર્ડર બેટ્સમેન, આઠથી નવ ફાસ્ટ બોલર, ચારથી પાંચ સ્પિનર અને બેથી ત્રણ વિકેટકીપર હોઈ શકે છે. પૃથ્વી શો અને હાર્દિક પંડ્યાની વાપસી પર બધાની નજર રહેશે. 

ક્રિકબઝના રિપોર્ટ પ્રમાણે પસંદ કરેલા ખેલાડીઓની સંખ્યા તે વાત પર નિર્ભર કરે છે કે ટીમની પસંદગી ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચોની સિરીઝ માટે પણ થશે કે માત્ર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે. તે માનવામાં આવી રહ્યું છે કે ટીમ મેનેજમેન્ટે મોટી ટીમ માટે કહ્યું છે જેથી આઈસીસીની મોટી ટૂર્નામેન્ટની ફાઇનલ પહેલા ખેલાડીઓ વચ્ચે આપસમાં મેચ થઈ શકે. 18થી 22 જૂન સુધી ઈંગ્લેન્ડના સાઉથેમ્પટનમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાવાની છે. 

ચેતન શર્માની આગેવાનીવાળી પસંદગી સમિતિ તે મોટાભાગના ખેલાડીઓને તક આપી શકે છે, જેણે ફેબ્રુઆરી-માર્ચમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચની સિરીઝ રમી હતી. હાર્દિક પંડ્યા પર બધાની નજર રહેશે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટી20 મેચમાં રેગ્યુલર બોલિંગ કરી રહ્યો નથી. પસંદગીકારો તેના વિકલ્પ પર ચર્ચા કરી શકે છે. આઈપીએલ 2021માં શાનદાર પ્રદર્શન કરનાર પૃથ્વી શોના નામની ચર્ચા થઈ શકે છે. ચાર અન્ય ઓપનિંગ બેટ્સમેનોમાં રોહિત શર્મા, શુભમન ગિલ, કેએલ રાહુલ અને મયંક અગ્રવાલની ટીમમાં જગ્યા નક્કી છે, છતાં પણ મુંબઈના બેટ્સમેન શો પર બધાની નજર છે. 

ફાસ્ટ બોલરોમાં પ્રસિદ્ધ કૃષ્ણાને તક મળી શકે છે. 25 વર્ષના પ્રસિદ્ધે ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સિરીઝમાં સારૂ પ્રદર્શન કર્યુ હતું અને પસંદગીકારો તેનાથી પ્રભાવિત છે. આ સિવાય જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરને ટીમમાં તક મળી શકે છે. ઈજાને કારણે બહાર રહેલા શમીની વાપસી થઈ શકે છે. સ્પિનર તરીકે અક્ષર પટેલ અને અશ્વિનનું નામ ફાઇનલ છે. તો રવીન્દ્ર જાડેજા અને હનુમા વિહારી ટીમમાં વાપસી કરી શકે છે.

Related posts

31 ડિસેમ્બરની ઉજવણી પર પોલીસની ચાંપતી નજર

Vivek Radadiya

Vibrant Gujarat 2024: એક જ દિવસમાં 1 લાખ કરોડનાં સંભવિત રોકાણ

Vivek Radadiya

અંબાણીની આ કંપનીએ કર્યો કમાલ

Vivek Radadiya