Abhayam News
AbhayamEntertainment

‘એનિમલ’ ફિલ્મની છપ્પરફાડ કમાણી

Bollywood star Ranbir Kapoor's 'Animal' is constantly in the news

‘એનિમલ’ ફિલ્મની છપ્પરફાડ કમાણી બોલિવૂડ સ્ટાર રણબીર કપૂરની ‘એનિમલ’ સતત હાલમાં ચર્ચામાં છે. ફિલ્મને લઇને હાલમાં ઘણી ચર્ચાઓ થઇ રહી છે. ફિલ્મએ રિલીઝ પહેલાં બોક્સ ઓફિસ પર છપ્પરફાડ કમાણી કરી લીધી છે. આ ફિલ્મએ પહેલાં દિવસે એક મિલિયન એડવાન્સ ટિકિટ વેંચનારી 2023ની ત્રીજી બોલિવૂડ ફિલ્મ બની ગઇ છે, જેમાં રણબીર કપૂર પણ એક મિલિયન ક્લબમાં સુપરસ્ટાર શાહરુખની સાથે શામેલ થઇ ગયા છે. SRK ની જવાન અને પઠાન અત્યાર સુધીમાં સૌથી વધારે એડવાન્સ બુકિંગ સ્કોરર છે. આ બન્ને મુવીની રિલીઝ પહેલાં એક મિલિયનથી પણ વધારે ટિકિટ વેંચાઇ હતી.

Bollywood star Ranbir Kapoor's 'Animal' is constantly in the news

જાણો કેટલી ટિકિટ વેંચાઇ

સંદીપ રેડ્ડી વાંગા દ્રારા નિર્દેશિત તેમજ રણબીર કપૂર, બોબી દેઓલ સ્ટારર ફિલ્મ એનિમલે 30 નવેમ્બરના રોજ રાત્રે 8 વાગ્યા સુધીમાં 10.50 લાખ ટિકિટ વેંહચી છે. Sacnilk ના રિપોર્ટ અનુસાર પહેલાં દિવસે બધી ભાષાઓમાં 26.75 કરોડની કમાણી પહેલાંથી કરી લીધી છે. મૂળ હિન્દીમાં ફિલ્મએ લગભગ 800K ટિકિટો વહેંચી છે અને પહેલાથી શો શરૂ થાય એ પહેલાં 1 મિલિયન સુધી પહોંચશે એવી સંભાવના છે.

Bollywood star Ranbir Kapoor's 'Animal' is constantly in the news

જબરજસ્ત ઓપનિંગ

એડવાન્સ બુકિંગને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે ‘એનિમલ’ મુવીએ ભારતમાં પહેલાં દિવસે 60 કરોડથી પણ વધારે દુનિયા ભરમાં 100+ કરોડના ઓપનિંગ સાથે વિદેશોમાં 40 કરોડ કરતા પણ વધારે કમાણી કરી શકે છે. પઠાન અને જવાન પછી વિશ્વ સ્તર પર 100+ કરોડનું ઓપનિંગ કરનાર આ ત્રીજી બોલિવૂડ ફિલ્મ બની ગઇ છે. મજાની વાત તો એ છે કે આ ત્રણ ફિલ્મો 2023માં રિલીઝ થઇ છે.

ટી સિરીઝ ભદ્રકાળી પિક્ચર્સ અને સિને1 સ્ટૂડિયો દ્રારા નિર્મિત એનિમલ મુવીમાં રશ્મિકા મંદાના, અનિલ કપૂર અને બોબી દેઓલ મુખ્ય ભુમિકામાં છે. ફિલ્મ 1 ડિસેમ્બરના રોજ હિન્દીની સાથે તેલુગુ, મલયાલમ, તમિલ અને કન્નડ ભાષાઓમાં ડબ વર્ઝનમાં રિલીઝ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

રશિયન રફ હીરાની આયાત પર પ્રતિબંધ

Vivek Radadiya

કેનેડાના નાગરિકો માટે ભારતે ફરી શરૂ કરી વિઝા સર્વિસ

Vivek Radadiya

કેનેડા-અમેરિકામાં સરસવના તેલ પર શા માટે પ્રતિબંધ?

Vivek Radadiya