વાઇબ્રન્ટ ગુજરાતને લઇ મહત્વનો નિર્ણય વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈ જીટીયું દ્વારા લેવામાં આવનાર પરીક્ષા તાત્કાલીક ધોરણે મોકુફ કરવાનો આદેશ કરવામાં આવતા વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા માટે કરેલી તૈયારી પર પાણી ફરી વળ્યું હતું.
રાજ્યની ટેકનિકલ શિક્ષણ કમિશનર કચેરીએ કર્યો આદેશ
તા. 10 થી 12 જાન્યુઆરી સુધી યોજાનારા વાયબ્રન્ટ ગુજરાત સમિટનું કાલે વડાપ્રધાનાં હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. ત્યારે વાયબ્રન્ટ ગુજરાત સમિટ દરમ્યાન જીટીયું દ્વારા તા. 9 અને 10 જાન્યુઆરીનાં રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષાની તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી.
વાઇબ્રન્ટ ગુજરાતને લઇ મહત્વનો નિર્ણય
પરંતું એકાએક રાજ્યનાં ટેકનિકલ શિક્ષણ કમિશ્નર દ્વારા જીટીયુંની તા. 9 અને 10 નાં રોજ યોજાનાર પરીક્ષા મોકૂફ કરવાનો આદેશ કરવામાં આવતા વિદ્યાર્થીઓએ કરેલી પરીક્ષાની તૈયારી પર પાણી ફરી વળ્યું હતું. આ બાબતે જીટીયું દ્વારા સત્તાવાર રીતે પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ પરીક્ષાની નવી તારીખ જાહેર કરી
વાયબ્રન્ટ ગુજરાતના આયોજનને કારણે ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતી પરીક્ષાઓની તારીખમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અત્રે જણાવીએ કે, B.A,B.Com,BBA, M.A, M.Comની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે. 9 અને 10 તારીખે યોજાનારી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે પરીક્ષા હવે 17 અને 18મીએ યોજાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે