Abhayam News
AbhayamBusinessGujaratNews

જૂનાગઢની બજારમાં મળશે દિવાળીની તમામ વસ્તુઓ

જૂનાગઢની બજારમાં મળશે દિવાળીની તમામ વસ્તુઓ દિવાળીનાં તહેવારને લઇ જૂનાગઢમાં મહિલાઓ વિવિધ વસ્તુઓનુ વેચાણ કરી રહી છે. અહીં ઘર સુશોભનની વસ્તુઓ મળે છે. તેમજ ચપ્પલ, મૂર્તિઓ, મુખવાસ, દીવા વગેર વસ્તુઓ મળી રહી છે.

જૂનાગઢની બજારમાં મળશે દિવાળીની તમામ વસ્તુઓ

દિવાળીનો તહેવાર નજીક આવ્યો છે. જૂનાગઢની બજારમાં લોકો ખરીદી કરતા નજરે પડી રહ્યાં છે. ત્યારે જૂનાગઢનાં આઝાદ ચોકમાં સુશોભનની અદ્ધભુત વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છ.તેમજ ગૃહિણીઓ પોતાનાં બજેટમાં દરેક વસ્તુઓ ખરીદી કરી શકશે. અહીં આર્ટિફિશિયલ મૂર્તિઓ, ડ્રેસ, ચપ્પલ, કારની સીટ કવર, તોરણ, શુભ લાભ, મુખવાસ, ડ્રાય ફ્રૂટ સહિતની વસ્તુઓ એક જ સ્થળે મળે છે. લોકો અહીં પરિવાર સાથે આવી ખરીદી પણ કરી રહ્યા છે.

આ પ્રદર્શનની એક નવેમ્બર સુધી શરૂ રહેવાની છે. એક નવેમ્બર સુધી અનેક પરિવારો પોતાના ઘરના સજાવટ માટે અવનવી વસ્તુઓ અહીંથી લઈ જઈ શકે છે. અહીંની મુખ્ય ખાસિયત એ છે કે, અહીં આવનાર અને દરેક બિઝનેસ કરનાર મહિલાઓ સમગ્ર ગુજરાતમાંથી છે.

સમગ્ર ગુજરાતમાંથી આવનાર દરેક મહિલાઓ પોતે બિઝનેસમાં સારા એવા જાણકાર પણ છે. અહીં મહિલાઓને સારું એક પ્લેટફોર્મ મળ્યું છે. જ્યાંથી સારા એવા ગ્રાહકનું વર્ગ પણ મળી શકશે. જેથી ભવિષ્યમાં મહિલાઓને સારું કમાણી ની તકો પણ ઊભી થશે.

અહીં 40 થી વધુ પ્રદર્શનના સ્ટોલ લગાવવામાં આવ્યા છે, જેમાં અલગ અલગ પ્રકારની દરેક વસ્તુઓ એક જ જગ્યા પરથી મળી શકે તેવી વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. સાંજના સમયે પરિવાર સાથે લોકો અહીં આવે છે અને પોતાના ઘર માટે અનુકૂળ સુશોભનની વસ્તુઓની ખરીદી કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

નવા તલાટી અને જુનિયર ક્લાર્કને આજે સરકાર આપશે નિમણૂક પત્રો

Vivek Radadiya

હાશિમ અંસારીના પુત્ર ઈકબાલ અંસારીએ પણ વડાપ્રધાનનું સ્વાગત કર્યું. 

Vivek Radadiya

સુરતના યુવાનોમાં ટેટૂનો ગજબ ક્રેઝ

Vivek Radadiya