Abhayam News
AbhayamGujarat

અમદાવાદ વિઝા કન્સલ્ટિંગ કૌભાંડ

Ahmedabad visa consulting scam

અમદાવાદ વિઝા કન્સલ્ટિંગ કૌભાંડ France plane detention case: અમદાવાદ વિઝા કન્સલ્ટિંગ કૌભાંડમાં CID ક્રાઇમે તપાસ તેજ કરી છે. CID ક્રાઇમની ટીમે અલગ અલગ ટીમો બનાવીને કાર્યવાહી હાથ ધરી છે જેમાં ફ્રાંસથી પરત ફરેલા લોકો સાથે વન ટુ વન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણાના લોકોની પૂછપરછ કરવામાં આવી છે. તેમજ અગાઉ પકડાયેલા દિપક પટેલ, સ્નેહલ પટેલના કનેક્શનની પણ તપાસ કરવામાં આવી રહી છે. 15થી વધુ અધિકારીની ટીમ બનાવી પૂછપરછની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અમદાવાદ વિઝા કન્સલ્ટિંગ કૌભાંડ

તપાસનો ધમધમાટ
રેકેટની તપાસ માટે 4 ટીમ બનાવવામાં આવી છે. તો એજન્ટ્સને લઈને પણ તપાસ શરૂ કરાઇ છે.પરિવારના નિવેદન લઈને CID ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. 4 DySP અને 16 પોલીસ અધિકારીની ટીમ તપાસમાં જોતરાઈ છે. ભોગ બનનાર લોકોના નિવેદન લઈને તપાસ કરાઈ રહી છે. એજન્ટ દ્વારા કેટલા પૈસા લેવાયા અને કરાયેલા વાયદા અંગે તપાસ કરવામાં આવી રહી છે.

નકલી માર્કશીટ ,સર્ટિફિકેટ મળી આવ્યા
સમગ્ર વિઝા રેકેટમાં ચોંકવાનારી માહિતી સામે આવી છે. એજન્ટોની જુદી જુદી મોડ્સ ઓપરેન્ડી પોલીસ તપાસમાં સામે આવી છે. જેમાં નકલી માર્કશીટ ,સર્ટિફિકેટ ,બેંકની ખોટી એન્ટ્રી તેમજ ખોટી નોકરી આપવાની લાલચએ વિદેશ મોકલતા હોવાનું તપાસમાં ખૂલ્યું છે. વિઝા કન્સલ્ટન્સીની ઓફિસમાંથી મળી આવેલા તમામ ડોક્યુમેન્ટ બનાવટી નીકળ્યા છે. આઉટ સોર્સ ઇન્ડિયા નામની ઓફિસ ખોલી ગેરકાયદેસર વિઝા પ્રોસેસ કરનારા દીપક પટેલ અને સ્નેહલ પટેલની ધરપકડ કરાઈ છે. પકડાયેલ બન્ને આરોપીઓ અમદાવાદના નીરવ મેહતા ,અનિલ મિશ્રા અને દિલ્હીના અમરેન્દ્ર પૂરી પાસેથી બનાવટી સર્ટિફિકેટ બનાવતા હતા. આપને જણાવી દઈએ કે, CID ક્રાઇમ એ અત્યાર સુધી કુલ પાંચ ફરિયાદ નોધી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

ગુજરાત સરકારે ગાંધીનગરની ગિફ્ટી સિટીમાં દારુ પીવાની છૂટ આપી

Vivek Radadiya

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ રાજીનામુ આપ્યું….

Abhayam

‘એનિમલ’ પરથી ‘આલ્ફા મેલ’ શબ્દ આવ્યો ચર્ચામાં

Vivek Radadiya