પાટણ બાદ હવે મહેસાણામાં ખનીજ માફિયાઓનો જાસૂસીકાંડ પાટણમાં ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડીમાં જીપીએસ ટ્રેક્ટર લગાવવા મામલે બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા કેસની ગંભીરતાને લઈ તપાસ હાથ ધરી હતી. જેમાં ખાણ ખનીજ વિભાગની ટીમમાં જીપીએસ ટ્રેકર લગાવનાર સરસ્વતી તાલુકાનાં સાંપ્રાનાં મહાદેવપુરા ગામનાં વિક્રમ ઠાકોર નામનાં શખ્શને પોલીસે ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરી હતી. ત્યારે જીપીએસ મશીન લગાવનાર શખ્શ પકડાતાની સાથે જ આરોપીને મશીન આપનાર લાલા ભરવાડ નામનો શખ્શ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો
સુરેન્દ્રનગરમાં કાયદો વ્યવસ્થાનું નહીં, પણ છે ખનીજ માફિયાનું રાજ. ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરતા પોલીસના પગ પણ કાંપે છે થરથર. આવું એટલા માટે કહેવું પડે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયા એટલા બેફામ બન્યાં છે કે પોલીસની હાજરીમાં જ હુમલો કરી રહ્યાં છે. સરકારી કામમાં પણ બાંધા ઉભી કરી રહ્યાં છે. ખનીજ માફિયાઓએ ખોદેલી ખાણો પુરવા માટે સરકારે ગ્રાન્ટ મંજૂર કરી છે. જેથી વહીવટી તંત્રે ખાણો પૂરવાનું શરૂ કર્યું છે.
પાટણ બાદ હવે મહેસાણામાં ખનીજ માફિયાઓનો જાસૂસીકાંડ
પરંતુ કોન્ટ્રાક્ટરો ખાણ પુરે તે પહેલા ખનીજ માફિયાઓ કામ અટકાવ્યું અને કોન્ટ્રાકરો પર ભૂસ્તર વિભાગ અને પોલીસની હાજરીમાં જ પથ્થરમારો કર્યો. એટલું જ નહીં કોન્ટ્રાક્ટરો પર પથ્થરમારો કર્યો હોવા છતાં પોલીસ મૂકપ્રેક્ષક બનીને જોઈ રહી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસ ખનીજ માફિયાઓ પાસેથી હપ્તો લેતી હોવાથી કોઈ કાર્યવાહી કરતી નથી..પોલીસ હપ્તારાજને કારણે ખનીજ માફિયાઓને બચાવતી હોવાનો પણ આક્ષેપ છે.. ત્યારે અહીં સવાલ થાય કે શું ખરેખર તંત્ર ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરશે કે પછી કાર્યવાહીના નામે માત્ર દેખાડો કરશે.
પણ અન્ય જિલ્લા ની જેમ ખાણ ખનીજ, RTO, મામલતદાર સહિત ના અધિકારી ઓની રેકી કરવાનો મોટો પર્દાફાશ થયો છે. કડી માં થોડા દિવસો અગાઉ બાતમી ના આધારે ખાણખનીજ વિભાગે રેડ કરી હતી.ખાણ ખનીજ વિભાગે ડમ્પર અને જીસીબી જપ્ત કર્યું હતું ત્યારે આરોપીઓ તેમના વાહનો છોડાવવા આવતા ખાણ ખનીજ અધિકારીઓએ તેમની પૂછપરછ કરી આરોપીઓના મોબાઈલ ચેક કરતા
અકલ્પનિય માહિતીઓ નો પર્દાફાશ થયો. આ બંને આરોપીના મોબાઈલ માં બે થી વધુ વોટ્સઅપ ગ્રુપ એવા હતા જેમાં અંદાજે 1000 લોકો જોડાયેલા હતા તેમને માહિતી મળી જતી હતી કે અધિકારી ની ગાડી અહીં થી નીકળી છે અને આ તરફ જઈ રહી છે. અધિકારીઓ ના ઘર ની આસપાસ ની ગતિવિધિઓની પણ આ માફિયા અને તેમના મળતીયા બનાવેલ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી સચેત કરી દેતા હતા જેથી તેમનું ગેરકાયદેસર કાર્ય ઝડપાય નહિ. ખાણ ખનીજ અધિકારીના જણાવ્યા મુજબ જો આ ગ્રૂપ ના સભ્યોની તાપસ ઝીણવટ ભરી કરવામાં આવે તો ગુજરાતમાં પણ આ પ્રકાર ની સ્થિતિ નો પર્દાફાશ થઈ શકે છે.
ખાણ ખનીજ વિભાગ દ્વારા મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાલમાં આ સમગ્ર બાબતે ફરિયાદ નોંધાવી છે. મહેસાણા પોલીસે પણ સમગ્ર બાબતે તપાસ કરતા જાણવા મળ્યું કે આવા ખનીજ માફિયા બે થી વધુ ગ્રુપ બનાવી અધિકારીની ગાડી નીકળે છે , ક્યાં ઉભી રહી ,
હવે કઈ તરફ જવા નીકળી વગેરે માહિતી શાતીર ખનીજ માફિયાઓ એ બે થી વધુ વોટ્સઅપ ગ્રુપ બનવી અધિકારીઓ સાથે આસપાસ માણસો ગોઠવી રેકી કરાવી વોટસપ ગૃપમાં મેસેજ મેળવી પોતાનો કાળો કારોબાર ચલાવવા નો મહેસાણા ખાણ ખનીજ વિભાગ અને પોલીસે પર્દાફાશ કર્યો છે. હાલ માં આ ગ્રૂપ માં કોણ કોણ એડ છે અને આ ગ્રુપો કોને બનાવ્યા અને ખાસ કયા લોકોની સીધી સંડોવણી છે તે દિશામાં પકડાયેલ બે આરોપી ના રિમાન્ડ મેળવી FSL ની મદદ લઇ હજુ મોટો પર્દાફાશ થશે તેવા સંકેત પણ આપી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે