Abhayam News
Abhayam

છત્તીસગઢ બાદ હવે મધ્યપ્રદેશના સીએમનું એલાન

After Chhattisgarh, now Madhya Pradesh CM's announcement

છત્તીસગઢ બાદ હવે મધ્યપ્રદેશના સીએમનું એલાન છત્તીસગઢની જેમ મધ્યપ્રદેશની ગાદી પણ નવા ચહેરાને આપવામાં આવી છે.  ઉજ્જેન દક્ષિણના ધારાસભ્ય મોહન યાદવને રાજ્યના નવા સીએમ જાહેર કરાયા છે. રાજધાની ભોપાલમાં બપોરે 3.15 વાગ્યે ત્રણ નિરીક્ષકો – હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટર, રાષ્ટ્રીય સચિવ આશા લાકરા અને રાજ્યસભાના સાંસદ કે લક્ષ્મણની હાજરીમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે વિધાનસભા પક્ષની બેઠક યોજાઈ હતી જેમાં મોહન યાદવના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી. મોહન યાદવની સીએમ તરીકેની પસંદગી પણ ચોંકાવનારી છે. 

After Chhattisgarh, now Madhya Pradesh CM's announcement

કોણ છે મોહન યાદવ

1965માં જન્મેલા ડો. મોહન યાદવ ભાજપ સાથે ઘણાં વર્ષોથી જોડાયેલા છે.   તેઓ એક નેતા તરીકે તો પ્રખ્યાત છે જ પણ તેમણે એક બિઝનેસ મેન તરીકે પણ ઓળખ કમાવી છે. 2023 મધ્યપ્રદેશ વિધાનસભા ઈલેક્શનમાં ડો. મોહન યાદવે દક્ષિણ ઉજ્જૈનની સીટ પરથી આશરે 13000 વોટનાં માર્જિનથી વિજય મેળવ્યો છે.  2020ની સાલમાં શિવરાજસિંહ સરકારમાં તેઓએ શિક્ષણમંત્રી તરીકેની ભૂમિકા ભજવી હતી. દક્ષિણ ઉજ્જૈનની સીટ પરથી 2013માં તેઓ પહેલીવખત MLA બન્યાં હતાં. આ બાદ 2018 અને 2023માં પણ આ જ સીટથી વિજય મેળવ્યો હતો.

નરેન્દ્રસિંહ તોમર સ્પીકર

પૂર્વ કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરને વિધાનસભાના સ્પીકર બનાવાયા છે. તેઓ પણ સીએમની રેસમાં હતા પરંતુ મોહન યાદવ બાજી જીતી ગયા છે. 

After Chhattisgarh, now Madhya Pradesh CM's announcement

રાજેશ શુક્લા અને જગદીશ દેવડા ડેપ્યુટી સીએમ
સીએમની સાથે બે ડેપ્યુટી સીએમ પણ જાહેર કરવામાં આવ્યાં છે. રાજેશ શુક્લા અને જગદીશ દેવડાને ડેપ્યુટી સીએમ જાહેર કરવામાં આવ્યાં છે. 

બેઠક પહેલા ફોટો સેશન
બેઠક પહેલા નવા ચૂંટાયેલા ધારાસભ્યોનું એક ફોટો સેશન યોજાયું હતું. એમપીમાં ભાજપને 163 બેઠકો મળી છે જ્યારે કોંગ્રેસને 66 અને અન્યને એક બેઠક મળી છે. 

છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાય સીએમ
મધ્યપ્રદેશ પહેલા ગઈ કાલે ભાજપે છત્તીસગઢના સીએમ પણ જાહેર કર્યાં હતા. છત્તીસગઢમાં આદિવાસી નેતા વિષ્ણુદેવ સાયને સીએમ બનાવાયા છે. 

After Chhattisgarh, now Madhya Pradesh CM's announcement

એમપીના સીએમના 6 દાવેદાર 
એમપીના સીએમ માટે કુલ 6 દાવેદાર હતા જેમાં તોમર, શિવરાજસિંહ ચોહાણ, પ્રહલાદ પટેલ, જ્યોતિરાદિત્ય સિંધિયા, કૈલાશ વિજયવર્ગીય સામેલ હતા. 

છત્તીસગઢ-મધ્યપ્રદેશ બાદ હવે આવતીકાલે રાજસ્થાનના સીએમનું નામ જાહેર થશે. આવતીકાલે જયપુરમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક છે જેમાં સીએમના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.

ભાજપે એકીસાથે નહીં પરંતુ વારાફરતી 3 રાજ્યોના નામ જાહેર કર્યાં છે. હવે એક રાજસ્થાન બાકી છે જેની આવતીકાલે ખબર પડી જશે. 3 રાજ્યોમાં જુનાને નવે નવા ચહેરાને સ્થાન અપાયું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

જુનાગઢમાં ઘાસ ચરતી ગાય પર સિંહે મારી તરાપ

Vivek Radadiya

નોટબંધીને આજે 7 વર્ષ પૂર્ણ

Vivek Radadiya

વાઇબ્રન્ટ પહેલા જ આવશે કરોડોનું રોકાણ

Vivek Radadiya