ક્રિકેટ વર્લ્ડ કપને લઈને અફઘાનિસ્તાને મેચ જીતીને ઈતિહાસ રચ્યો ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેવામાં અફઘાનિસ્તાને પોતાની ચોથી મેચ જીતીને ઈતિહાસ રચ્યો છે.આ વર્લ્ડ કપમાં જ નહીં પરંતુ ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં પણ આ તેનું સુપર પ્રદર્શન કહી શકાય છે. આજે અફઘાનિસ્તાને નેધરલેન્ડને 7 વિકેટે પછાડી જીત હાંસલ કરી લીધી છે સાથે જ પોઈન્ટ ટેબલમાં પાંચમું સ્થાન મેળવી લેતા પાકિસ્તાનની મુશ્કેલીમા વધારો થયો છે. બીજી તરફ પાકિસ્તાન પોઈન્ટ ટેબલ પર છઠ્ઠા સ્થાને ગગડી ગયું છે.
પાકિસ્તાનના 6 પોઈન્ટ છે
અફઘાનિસ્તાનની જીત થતા પોઈન્ટ ટેબલમાં નવાજુની થઈ છે. ચાર જીત સાથે અફઘાનિસ્તાનના પોઈન્ટ ટેબલમાં 8 પોઈન્ટ છે. બીજી બાજુ ન્યુઝીલેન્ડના પણ એટલા જ પોઈન્ટ છે. જોકે સારા રન રેટને લીધે તે પ્રથમ આવવામાં બાજી મારી ગયુ છે. તો પાકિસ્તાનના 6 પોઈન્ટ છે.
અફઘાનિસ્તાને મેચ જીતીને ઈતિહાસ રચ્યો
અફઘાનિસ્તાન તેની બાકીની મેચો જીતી જાય તો
પોઈન્ટ ટેબલમાં ભારત અને દક્ષિણ આફ્રિકા 14 અને 12 પોઈન્ટ સાથે ટોચ પર છે અને સેમિફાઇનલમાં પણ આ બને ટીમે તેનું નામ બનાવી લીધું છે. હવે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સ્પર્ધા બાદ બે ટિમો જોડાશે. હવે અફઘાનિસ્તાન બાકીની બંને મેચમાં જીત પોતાને નામ કરે તો તેના 12 પોઈન્ટ થઈ જશે. તો માત્ર ન્યુઝીલેન્ડ જ તેના માર્ગમાં કાંટો બની શકે. એક વાત એવી પણ છે કે પાકિસ્તાન તેની બંને મેચ જીતીને પણ માત્ર 10 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. આવી સ્થિતમાં જો ન્યુઝીલેન્ડ તેની બાકીની 2 મેચમાંથી એક પણ હારી જાય તો અફઘાનિસ્તાનનું કામ સરળ થઈ જશે. જો અફઘાનિસ્તાન તેની બાકીની મેચો જીતી જાય છે, તો પાકિસ્તાન તેના રસ્તામાં આવી જ ન શકે!
પાકિસ્તાનનું સેમિફાઈનલમાં પહોંચવાના સપના અને સમીકરણની વાત કરીએ તો પાકિસ્તાનના હાલ 7 મેચમાં 6 પોઈન્ટ છે. આમ જો બાકીની મેચ જીતે તો 10 પોઈન્ટ સુધી ગાડું જય શકે છે. તેની આશા તો અમર બને જો અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ હારી જાય! ન્યૂઝીલેન્ડ સામે એક મેચ હોવાથી તે હારી જાય તો પાકિસ્તાન તેની બંને મેચ જીતી જાય છે.
ન્યૂઝીલેન્ડ શ્રીલંકા સામેની મેચમાં જહેમત ઉઠાવશે. જો શ્રીલંકાની ટીમ જીતનો પરચમ લહેરાવે તો ન્યુઝીલેન્ડનું કામ પૂર્ણ થાય! પછી અફઘાનિસ્તાનની ટીમ પાકિસ્તાનની વેરી બનશે. જેથી અફઘાનિસ્તાનની ટીમ હારે તેવું રટણ હાલ કરવું જરૂરી બન્યું છે. અફઘાનિસ્તાને હજુ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા જ્યારે પાકિસ્તાનનો મુકાબલો ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સાથે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે
2 comments
Comments are closed.