ભારતમાંથી વિદેશમાં આર્થિક વહેવાર કરનારા કે પછી વિદેશથી ભારતમાં આર્તિક વહેવાર કરનારાઓ દ્વારા સ્પષ્ટતા મેળવવા માટે હવે ઇ-મેઈલથી રજૂઆત કરવાનો રસ્તો ભારત સરકારે ખોલી આપ્યો છે.
ઇ-એડવાન્સ રૂલિંગ સ્કીમ તરીકે ઓળખાવવામાં આવતી સ્કીમ હેઠળ નાણાં મંત્રી નિર્મલા સીતારામને આજે આ વ્યવસ્થા ઊભી કરવાની જાહેરાત કરી દીધી છે.
બહુધા બિન નિવાસી ભારતીયોને આ વ્યવસ્થાનો વધુ લાભ લેવાની તક મળશે.
કોઈપણ પ્રકારના આર્થિક વહેવારો બિન નિવાસી ભારતીયો દ્વારા કરવામાં આવતા હોય તો તેને પરિણામે તેમની માથે કેવા પ્રકારની જવાબદારીઓ ઊભી થઈ શકે છે તે અંગે સ્પષ્ટતા માગવા માટે રજૂઆત કરવામાં આવતી હોય છે.
ચોક્કસ પ્રકારના આર્થિક વહેવારો કરવાની કાયદેસર છૂટ છે કે નથી તે અંગે પણ કેટલાક લોકો માર્ગદર્શન માગતા હોય છે. આ માર્ગદર્શન પણ હવે ઇ-મેેઈલ કરીને મેળવી શકાશે.
બિનનિવાસી ભારતીયોને જ આ પ્રકારના માર્ગદર્શનની વધુ જરુર પડતી હોય છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે આ ઈ-એડવાન્સ રૃલિંગ સ્કીમની જાહેરાત કરી દીધી છે. આ એડવાન્સ રૃલિંગ સ્કીમ હેઠળ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હિયરિંગ યોજવામાં આવશે.
એડવાન્સ ઓથોરિટી રૃલિંગ આર્થિક વહેવારને કારણે તેમને માથે ટેક્સની કેવી જવાબદારી ઊભી થાય છે તે અંગે સ્પષ્ટતા કરી આપે છે.
ભારતનો રહેવાસી બિનનિવાસની વ્યક્તિ સાથે વહેવાર કરે તો તેની તેના પર પડનારી અસરનો અંદાજ પણ આ ઓથોરિટી આપી દે છે. કાયદાકીય બાબત અંગે તેઓ સ્પષ્ટતા કરી આપે છે.
આ સ્પષ્ટતા હવે ઇન્કમટેક્સના સત્તાવાળાઓએ દર્શાવેલી મેઈલ પર ઇ-મેઈલ કરીને મેળવી શકાશે. આ પ્રકારે કરવામાં આવતા આર્થિક વહેવારો પર ટેક્સની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે તે અંગે પણ સમજણ આપવામાં આવે છે..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…