સરકારી વિભાગોમાંથી ભ્રષ્ટાચારનું પ્રમાણ ઓછું થાય તે માટે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પરંતુ હજી પણ લોકો સુધારતા નથી. નીચલા સ્તર પર ભ્રષ્ટાચારનું પ્રમાણ ઓછું કરવા માટે એસીબીદ્વારા છેલ્લા બે વર્ષથી ડીકોય ટ્રેપ પર ભાર મૂકવામાં આવ્યો છે.
જેના ભાગ રૂપે આજે એસીબીએનર્મદા જિલ્લાની નાંદોદ તાલુકા પંચાયતની કચેરી ખાતે ડી.આર.ડી.એ શાખામાં કરાર આધારીત કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટર પ્રવીણકુમાર તલારને રૂપિયા 10ની લાંચ લેતા ઝડપી લીધા છે.
એ.સી.બી. નર્મદા – રાજપીપલાને આધારભૂત માહિતી મળેલ કે નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકા પંચાયત કચેરીમાં બી.પી.એલ કાર્ડ ધરાવતા માણસોને બી.પી.એલ દાખલો વિના મુલ્યે આપવાનો હોય છે પરંતુ આ દાખલો કાઢી આપવાના અવેજ પેટે રૂપિયા 10 થી 100 સુધીની લાંચની રકમ લેવામાં આવે છે અને જો લાંચની રકમ ના આપે તો માણસોને ધક્કા ખવડાવવામાં આવે છે.
આરોપી બીપીએલ કાર્ડ ધરાવતા કાર્ડ ધારકોને બીપીએલ દાખલો કાઢી આપવાના અવેજ પેટે રૂપિયા 10 થી 100 સુધી લાંચની રકમની માંગણી કરતો હતો. જેના આધારે એસીબીએ ડિકોય ટ્રેપનું આયોજન કર્યું હતું.
જે હકીકતની ખરાઈ કરવા અને જરૂર જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા તાલુકા પંચાયતની કચેરી નાંદોદ-રાજપીપલા ખાતે એસીબી દ્વારા લાંચના ડીકોઈ છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ડી.આર.ડી.એ. શાખા કરાર આધારીત કોમ્પ્યુટર ઓપરેટર આરોપી પ્રવિણકુમાર તલાર રૂપિયા 10ની લાંચ લેતા એસીબીના રંગેહાથ ઝડપાઇ ગયા છે. હાલમાં એસીબી દ્વારા આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…