Abhayam News
Dr. Chintan VaishnavEditorials

મહાન નેતાઓના બાવલાઓ આક્રંદ કરી રહ્યા છે?

▪️વર્ષ 2016 ની આ વાત છે. ત્યારે હું બાબરા મામલતદાર તરીકે ફરજ બજવી રહ્યો હતો. મારૂ વતન જુનાગઢ હોવાથી પ્રસંગોપાત ક્યારેક જો રજા મળે તો વતન જવાનું થતું. જુનાગઢ જવા માટે બાબરાથી ચમારડી થઈને સુલતાનપુર અને દેરડીકુંભાજી થઈને વાયા જેતપુર વાળા ટૂંકા રસ્તે મુસાફરી કરવાનું પસંદ કરતો. એક વખત આ રસ્તા પરનો પુલ ભારે વરસાદને કારણે તૂટી ગયો હોવાથી ગોંડલ ફરીને જવાનું થયું. મારી સાથે મારો પરિવાર હતો. હું ગોંડલમાથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એકાએક જ મારૂ ધ્યાન ચોકમાં વચ્ચે રહેલા શહિદ ભગતસિંહના સ્ટેચ્યું ઉપર પડ્યું.

▪️સ્ટેચ્યું ઉપર જબરદસ્ત ધૂળ હતી અને કરોળિયાના જાળા બાજી ગયા હતા. પક્ષીઓની સુકાયેલી ચરક પણ દેખાતી હતી. ટ્રાફિક ખૂબ હોવાથી હું ઝડપથી આગળ નીકળી ગયો પરંતુ મારા અંતરાત્માએ મને મારી ગાડીની બ્રેક મારવા મજબૂર કરી દીધો. મે યુ-ટર્ન લીધો અને ફરીથી એ ચોકમાં આવ્યો. સાઇડમાં ગાડી ઊભી રાખીને નીચે ઉતર્યો. મારા પપ્પાએ મને પુછ્યું કે, ભાઈ શું થયું? ગાડી કેમ પાછી વાળી અને અહી કેમ નીચે ઉતરે છે? મે કહ્યું કે, “પપ્પા, ભગતસિંહનું આ બાવલું જુઓ. કેટલી ખરાબ હાલતમાં છે ! દેશને અંગ્રેજોની ગુલામીમાથી મુક્ત કરાવવા મારે ભરયુવાનીમાં માત્ર અન્યોને જાગૃત કરવાના ભાગરૂપે પોતાના પ્રાણની આહુતિ આપી દેનાર શહીદે-આઝમની આવી દુર્દશા મારાથી જોવાણી નહીં એટ્લે મે ગાડી પાછી લીધી. માત્ર 5 મિનિટ આપો, હું જરા ભારતમાતાના આ સપૂતના બાવલાની સાફસફાઇ કરી લઉં. પછી આપણે નિકળીએ.” આટલું સાંભળીને મારા પપ્પા અને મારી ધર્મપત્ની પણ ગાડીમાથી નીચે ઉતર્યા.

▪️મે સૌથી પહેલા એક મોટા કપડાંની મદદથી ભગતસિંહની પ્રતિમાની સફાઈ કરી. બાજુની કોઈએક દુકાનમાથી સાવરણી લઈને મારી પત્ની દિશાએ આસપાસની જગ્યા વાળીને સાફ કરી. મારા પપ્પાએ ગાડીમાં અમારી સાથે રહેલ પીવાના પાણીથી પ્રતિમાનું પ્રક્ષાલન કર્યું. ફરીથી કપડાથી લૂછીને સફાઈ કર્યા બાદ ભગતસિંહની આ પ્રતિમામાં તેમના વ્યક્તિત્વ જેવુ જ તેજ નજરે પડ્યું. છ્ત્તા હજુ મને કઈક ખૂટતું હોવાનો ભાસ થતો હતો. ચોકમાં જ રહેલી ફૂલની દુકાનમાથી ગલગોટાના ફૂલોનો એક મોટો હાર લાવીને પ્રતિમાને પહેરાવ્યો ત્યારે મને સંતોષ થયો. આ મહાન ક્રાંતિકારી દેશભક્તની પ્રતિમાની પ્રક્ષાલનવિધિ દરમિયાન ફોટોગ્રાફી કરવાનું યાદ ન આવ્યું. પરંતુ હાર પહેરાવતી સમયે યાદગીરીના ભાગરૂપે મારા પપ્પાએ આકસ્મિક પાડેલો ફોટો મારી પાસે સચવાયેલો છે.

▪️હમણાં જ ભગતસિંહની જન્મજયંતી ગઈ હોવાથી આ કિસ્સો મારા માનસપટ પર તાજો થયો અને સાથોસાથ કેટલાક વિચારો પણ ઉદભવ્યા. આપણા દેશમાં વિવિધ રાજ્યોમાં વિવિધ શહેરોમાં કેટકેટલાય દેશભકતો, શહીદો, નેતાઓના પૂતળાઓ ચોકમાં કે કોઈ ખાસ સ્થાનોએ મૂકવામાં આવતા હોય છે. આપણે જાણીએ જ છીએ કે મોટાભાગના આવા બાવલાઓ રાજકીય કારણોસર જ સ્થાપન કરવામાં આવતા હોય છે. જ્યાં જે પક્ષની બોડી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો વહીવટ કરતી હોય છે એ પોતાને અનુરૂપ નેતાઓના બાવલાઓ ઊભા કરતાં હોય છે. પરંતુ મહાન વિભૂતિઓના બાવલાઓ ઊભા કરીને આ લોકો તેને ભૂલી જતાં હોય એવું ધ્યાને આવ્યું છે.

▪️ભગતસિંહ, બોઝ, ગાંધીજી, સરદાર પટેલ અને બાબાસાહેબ જેવા કેટલાય મહાન વ્યક્તિઓના બાવલાઓની હાલત વિષે ક્યારેય આપણે વિચાર કર્યો છે ખરો ? જે દેશભકતોના આદર્શો ઉપર ચાલવું એ આપણી મૂળભૂત ફરજ છે એમના જ બાવલાઓ ઉનાળામાં તડકો ખાતા હોય છે. ચોમાસામાં આપણે તેને વરસતા વરસાદમાં છોડી મૂકીએ છીએ ! ઉડતા પક્ષીઓ એમના પર ચરક કરે છે. ધૂળ ઊડે છે. બાવલાઓની આજુબાજુમાં કચરો અને પાનમાવા થૂંકેલા નજરે પડે છે. કેટલાક બાગબગીચાઓમાં ઊભા કરેલા બાવલાઓ નીચે ગંજીપત્તા રમતા લૂખ્ખાઓને જોઈને હ્રદય દ્રવી ઊઠે છે.

▪️મને યાદ છે કે વર્ષ 2018 ના અંતમાં હું દાહોદ ડીઝાસ્ટર મામલતદાર હતો ત્યારે ત્યાં નજીકમાં જ મધ્યપ્રદેશની હદમાં ચંદ્રશેખર આઝાદનું જન્મસ્થળ આવેલું છે એવી જાણકારી મળતા જ હું ત્યાં મુલાકાતે ગયો. ગામમાં પ્રવેશતા જ તેમના નામનું એક ગાર્ડન બનાવેલું છે ત્યાં મુલાકાતે ગયો. ત્યાનું દ્રશ્ય જોઈને મને આ દેશની આઝાદી માટે શહીદી વહોરી લેનાર ચંદ્રશેખર આઝાદ સહિત અન્ય ક્રાંતિકારીઓનું બલિદાન એળે ગયું હોય એવું લાગ્યું.

▪️બગીચામાં કોઈ હતું નહીં. ગેટ પર તાળું લગાવેલું હતું. હું અને મારા ડ્રાઈવર અમે બંને ગેટ ઠેકીને અંદર દાખલ થયા. ત્યાં ચંદ્રશેખર આઝાદનું મોટું બાવલું બનાવેલું હતું. અમે આઝાદની પ્રતિમાને વંદન કરવા નજીક ગયા ત્યાં તો એક દારૂડિયો દારૂ ઢીંચીને લોથપોથ હાલતમાં પ્રતિમાની નીચે સૂતો હતો. ગાર્ડનમાં જ્યાં જુઓ ત્યાં કચ્ચરપટ્ટીના દર્શન થતાં હતા. દારૂની બોટલો અને કોથળીઓની રેલમછેલ હતી. અત્યારે આ લેખ લખી રહ્યો છું ત્યારે પણ મારી આંખોમાથી અશ્રુધારા વહી રહી છે. દેશના કેવા સુંદર ભવિષ્યની કલ્પના આપણા ક્રાંતિવીરોએ કરી હશે પણ નપાવટ નેતાઓના સ્વાર્થીપણા અને સત્તાલાલચને પરિણામે કેવી કફોડી હાલત થઈ ગઈ છે આપણાં દેશની !?

▪️વિચારો મિત્રો કે આપણે આપણા જ ગામના ચોક્માથી વારંવાર પસાર થઈએ છીએ પણ ભારતીય બંધારણના પિતા એવા મહાન નેતા બાબાસાહેબનું બાવલું આપણને માત્ર 14 એપ્રિલે જ યાદ આવે છે. યુવાનોના આદર્શ એવા સ્વામી વિવેકાનંદનું બાવલું યુવાનોને માત્ર 12 જાન્યુઆરીએ જ યાદ આવે છે. બાહોશ, દેશભક્ત, વહીવટી કુશળ સરદાર પટેલ આપણને એમના નિર્વાણદિને જ કેમ યાદ આવે છે ? નરસિંહ મહેતાના પૂતળાના હાથમાથી કરતાલ ગાયબ થઈ જાય. ઇંદિરાગાંધીના સ્ટેચ્યુનો હાથ તૂટી જાય. ઝાસીની રાણી લક્ષ્મીબાઇના બાવલાના હાથમા રહેલી તલવાર કોઈ ચોરી જાય. આ બધુ ખૂબ શરમજનક લાગે છે.

▪️જો આપણને ખરેખર આ મહાન વિભૂતિઓ ઉપર માન, ગર્વ, અને લાગણી હોય તેમજ આ મહાન આત્માઓ આપણી વચ્ચે આજે પણ હયાત છે એવું જો આપણે માનતા હોઈએ તો એમના બાવલાની દરરોજ સફાઈ/પ્રક્ષાલનવિધિ થવી જ જોઈએ. આ માટે પંચાયત, પાલિકા કે ખાનગી જગ્યાઓના માલિકોએ પોતાના કાર્યક્ષેત્રમાં આવતી પ્રતિમાઓની જાળવણી પ્રત્યે સતત જાગૃત રહેવું જોઈએ. વિશ્વની ઊંચામાંઊંચી પ્રતિમા બનાવવાથી દેશ મહાન નથી બનતો. દેશ ત્યારે મહાન બને છે જ્યારે સરદાર પટેલ જેવા લીડરના માર્ગ પર ચાલી બતાવીએ. પોતાના મૃત્યુ સમયે 300 રુપિયાથી પણ ઓછી બેન્ક બેલેન્સ અને ઘરના મકાન પણ ન બનાવી શક્યા હોય એવા લોખંડી મનોબળના માલિક સરદાર વલ્લભભાઇ પટેલના આદર્શોને સ્ટેચ્યું ઓફ યુનિટી બનાવીને 2900 કરોડનો બિનજરૂરી ખર્ચ ગુજરાતની પ્રજા પર બોજારૂપે લાદનાર મોટા મોટા ફાર્મહાઉસના માલિક અને કરોડો રૂપિયાની ગાડીઓમાં ફરનારા હાલના અબજોપતિ નેતાઓ ક્યાથી અપનાવી શકે ?

▪️જો બાવલાઓ બનાવવાનો હરખ સમાતો ન હોય તો બાવલાઓનું સ્થાપન કરનાર વ્યક્તિ કે સરકારી/ખાનગી સંસ્થાઓ માટે તેની જાળવણી માટેના કડક નિયમો તંત્રે બનાવવાની અને તેનો અમલ કરાવવાની તાતી જરૂરિયાતો રહેલી છે. જય હિન્દ.

ગાંધીજીના બાવલાઓ ઊભા કરીને સભામાં હાજર લોકોને અહિંસાના ભાષણો સંભળાવનારા પરંતુ ચૂંટણી સમયે કોમી રમખાણો કરાવનાર કેટલાક રાજકીય પક્ષોના નેતાઓ ગાંધીજીના અહિંસાના સિધ્ધાંતોને ક્યાથી સમજી શકે ? દેશની અસ્કયામતોઓને ખાનગી કંપનીઓને વેંચી દેનારાઓની ત્રેવડ સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ અને ચંદ્રશેખરની દેશભક્તિને સમજી શકવાની છે જ નહિ. બને ત્યાં સુધી દેશની મહાન વિભૂતિઓના બાવલાઓ ઊભા કરવાને બદલે એમના આદર્શોને માત્ર ભાષણોમાં નહીં પણ આપણા કર્મ અને વ્યવહારમાં સ્થાન આપીને આપણા હ્રદયમાં એમને કાયમ માટે જીવતા રાખવા જોઈએ.

▪️જો બાવલાઓ બનાવવાનો હરખ સમાતો ન હોય તો બાવલાઓનું સ્થાપન કરનાર વ્યક્તિ કે સરકારી/ખાનગી સંસ્થાઓ માટે તેની જાળવણી માટેના કડક નિયમો તંત્રે બનાવવાની અને તેનો અમલ કરાવવાની તાતી જરૂરિયાતો રહેલી છે. જય હિન્દ.

શની હદમાં ચંદ્રશેખર આઝાદનું જન્મસ્થળ આવેલું છે એવી જાણકારી મળતા જ હું ત્યાં મુલાકાતે ગયો. ગામમાં પ્રવેશતા જ તેમના નામનું એક ગાર્ડન બનાવેલું છે ત્યાં મુલાકાતે ગયો. ત્યાનું દ્રશ્ય જોઈને મને આ દેશની આઝાદી માટે શહીદી વહોરી લેનાર ચંદ્રશેખર આઝાદ સહિત અન્ય ક્રાંતિકારીઓનું બલિદાન એળે ગયું હોય એવું લાગ્યું.

▪️બગીચામાં કોઈ હતું નહીં. ગેટ પર તાળું લગાવેલું હતું. હું અને મારા ડ્રાઈવર અમે બંને ગેટ ઠેકીને અંદર દાખલ થયા. ત્યાં ચંદ્રશેખર આઝાદનું મોટું બાવલું બનાવેલું હતું. અમે આઝાદની પ્રતિમાને વંદન કરવા નજીક ગયા ત્યાં તો એક દારૂડિયો દારૂ ઢીંચીને લોથપોથ હાલતમાં પ્રતિમાની નીચે સૂતો હતો. ગાર્ડનમાં જ્યાં જુઓ ત્યાં કચ્ચરપટ્ટીના દર્શન થતાં હતા. દારૂની બોટલો અને કોથળીઓની રેલમછેલ હતી. અત્યારે આ લેખ લખી રહ્યો છું ત્યારે પણ મારી આંખોમાથી અશ્રુધારા વહી રહી છે. દેશના કેવા સુંદર ભવિષ્યની કલ્પના આપણા ક્રાંતિવીરોએ કરી હશે પણ નપાવટ નેતાઓના સ્વાર્થીપણા અને સત્તાલાલચને પરિણામે કેવી કફોડી હાલત થઈ ગઈ છે આપણાં દેશની !?

▪️વિચારો મિત્રો કે આપણે આપણા જ ગામના ચોક્માથી વારંવાર પસાર થઈએ છીએ પણ ભારતીય બંધારણના પિતા એવા મહાન નેતા બાબાસાહેબનું બાવલું આપણને માત્ર 14 એપ્રિલે જ યાદ આવે છે. યુવાનોના આદર્શ એવા સ્વામી વિવેકાનંદનું બાવલું યુવાનોને માત્ર 12 જાન્યુઆરીએ જ યાદ આવે છે. બાહોશ, દેશભક્ત, વહીવટી કુશળ સરદાર પટેલ આપણને એમના નિર્વાણદિને જ કેમ યાદ આવે છે ? નરસિંહ મહેતાના પૂતળાના હાથમાથી કરતાલ ગાયબ થઈ જાય. ઇંદિરાગાંધીના સ્ટેચ્યુનો હાથ તૂટી જાય. ઝાસીની રાણી લક્ષ્મીબાઇના બાવલાના હાથમા રહેલી તલવાર કોઈ ચોરી જાય. આ બધુ ખૂબ શરમજનક લાગે છે.

▪️જો આપણને ખરેખર આ મહાન વિભૂતિઓ ઉપર માન, ગર્વ, અને લાગણી હોય તેમજ આ મહાન આત્માઓ આપણી વચ્ચે આજે પણ હયાત છે એવું જો આપણે માનતા હોઈએ તો એમના બાવલાની દરરોજ સફાઈ/પ્રક્ષાલનવિધિ થવી જ જોઈએ. આ માટે પંચાયત, પાલિકા કે ખાનગી જગ્યાઓના માલિકોએ પોતાના કાર્યક્ષેત્રમાં આવતી પ્રતિમાઓની જાળવણી પ્રત્યે સતત જાગૃત રહેવું જોઈએ. વિશ્વની ઊંચામાંઊંચી પ્રતિમા બનાવવાથી દેશ મહાન નથી બનતો. દેશ ત્યારે મહાન બને છે જ્યારે સરદાર પટેલ જેવા લીડરના માર્ગ પર ચાલી બતાવીએ. પોતાના મૃત્યુ સમયે 300 રુપિયાથી પણ ઓછી બેન્ક બેલેન્સ અને ઘરના મકાન પણ ન બનાવી શક્યા હોય એવા લોખંડી મનોબળના માલિક સરદાર વલ્લભભાઇ પટેલના આદર્શોને સ્ટેચ્યું ઓફ યુનિટી બનાવીને 2900 કરોડનો બિનજરૂરી ખર્ચ ગુજરાતની પ્રજા પર બોજારૂપે લાદનાર મોટા મોટા ફાર્મહાઉસના માલિક અને કરોડો રૂપિયાની ગાડીઓમાં ફરનારા હાલના અબજોપતિ નેતાઓ ક્યાથી અપનાવી શકે ?

▪️ગાંધીજીના બાવલાઓ ઊભા કરીને સભામાં હાજર લોકોને અહિંસાના ભાષણો સંભળાવનારા પરંતુ ચૂંટણી સમયે કોમી રમખાણો કરાવનાર કેટલાક રાજકીય પક્ષોના નેતાઓ ગાંધીજીના અહિંસાના સિધ્ધાંતોને ક્યાથી સમજી શકે ? દેશની અસ્કયામતોઓને ખાનગી કંપનીઓને વેંચી દેનારાઓની ત્રેવડ સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ અને ચંદ્રશેખરની દેશભક્તિને સમજી શકવાની છે જ નહિ. બને ત્યાં સુધી દેશની મહાન વિભૂતિઓના બાવલાઓ ઊભા કરવાને બદલે એમના આદર્શોને માત્ર ભાષણોમાં નહીં પણ આપણા કર્મ અને વ્યવહારમાં સ્થાન આપીને આપણા હ્રદયમાં એમને કાયમ માટે જીવતા રાખવા જોઈએ.

▪️જો બાવલાઓ બનાવવાનો હરખ સમાતો ન હોય તો બાવલાઓનું સ્થાપન કરનાર વ્યક્તિ કે સરકારી/ખાનગી સંસ્થાઓ માટે તેની જાળવણી માટેના કડક નિયમો તંત્રે બનાવવાની અને તેનો અમલ કરાવવાની તાતી જરૂરિયાતો રહેલી છે. જય હિન્દ.

Related posts

વૃક્ષોની આવી હાલત જોઈને મને જે પીડા થઈ રહી છે એ પીડા બીજા કેટલાક લોકોને પણ અનુભવાશે જ. ~ વિરલ દેસાઈ

Abhayam

જુનાગઢનો પાણીપુરી વાળો દિપક હવે, પોલીસ ઇન્સ્પેક્ટર દિપક – ડો. ચિંતન વૈષ્ણવ

Abhayam

IPS રમેશ સવાણી :: પાટીદારો/OBC/SC/ST મંદિરમાં પૂજા કરી શકે નહીં !

Abhayam