Abhayam News
AbhayamNews

સસ્તું અનાજ બારોબાર સગેવગે કરવાનું રાજ્યવ્યાપી કૌભાંડ પકડાયું…

ગરીબોને આપવામાં આવતું સસ્તું અનાજ બારોબાર સગેવગે કરવાનું રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 49 કાળાબજારિયાઓ સામે ગુનો નોંધીને આઠ કૌભાંડીઓની ધરપકડ કરી છે, પોલીસે આરોપીઓ પાસેથી મોબાઇલ લેપટોપ સીપીયુ સહિત રૂપિયા 1.64 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

અનાજ

જેમાં રેશનકાર્ડ ધારકનું નામ, સરનામું, રેશનકાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર, આંગળીની છાપો ના ડેટા જેવા સર્વર સોફ્ટવેર બનાવી તેમાં આ ડેટા કોપી કરી રાખી તેનો ઉપયોગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મહિને રાશન ખરીદ ન કરેલા હોય તે રાશન કાર્ડ ધારકના નામ ઉપર ખોટા બિલો બનાવડાવી સાચા તરીકે ઉપયોગ કરી કૌભાંડ આચર્યું હતું.

અનાજ

પોલીસ તપાસમાં આરોપીઓ સસ્તા અનાજના દુકાનદારો તેમજ વચેટિયાઓ સાથે મળી સસ્તા અનાજની દુકાનમાં જે રેશનકાર્ડ ધારકો મહિને અનાજ ખરીદ કરેલું ન હોય તેવા રેશનકાર્ડ ધારકના નામે આર્થિક ફાયદો મેળવવા ખોટા ઓન-લાઇન બીલો બનાવવા આયોજનબદ્ધ રીતે કાવતરું ઘડ્યું હતું અને ખોટા ઓનલાઇન બીલો બનાવ્યા હતા.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 49 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધી છે. જેમાં આનંદ ઠક્કર તેમજ રફિકભાઈ મહેસાણીયા તથા જાવેદ રંગરેજ સહિત 49 લોકોનો સમાવેશ થાય છે, જેમાં ૨૦ લોકો રેશનકાર્ડ ધારક સંચાલક હોવાનું બહાર આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

જુઓ:-શૈક્ષણિક સંસ્થાઓને ફાયર NOC માટે મુખ્યમંત્રીની મોટી જાહેરાત…

Kuldip Sheldaiya

જાણો મોબીલે બેટરી ચાર્જ કરવા વિશે

Vivek Radadiya

બજારમાં બેફામ રીતે વેચાઈ રહ્યા છે નકલી ચોખા!

Vivek Radadiya

43 comments

Comments are closed.