Abhayam News
AbhayamSurat

સ્પેશ્યલ 26 જેવો સીન સુરતમાં! 

A scene like Special 26 in Surat!

સ્પેશ્યલ 26 જેવો સીન સુરતમાં!  રાજ્યમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો હોય તેમ વર્તમાનમાં જણાઈ રહ્યું છે. નકલી PMO, નકલી CMO, નકલી PSI, નકલી સરકારી કચેરી, નકલી IPS અને FCI અધિકારી બાદ ગૃહમંત્રીનો નકલી PA બાદ હવે નકલી નેશનલ એન્ટી કરપ્સન એન્ડ એટ્રાસીટી ઓર્ગેનાઈઝેશનનો અધિકારી ઝડપાયો છે.  નકલી અધિકારી બની કોસંબાની પી પી સવાણી યુનિવર્સીટીમા ત્રણ શખ્સો ઘુસ્યા હતા.

A scene like Special 26 in Surat!

નકલી અધિકારી
સુરતમાં ફરી એકવાર નકલી અધિકારી ઝડપાયા છે. કોસંબાની પી પી સવાણી યુનિવર્સીટીમા ત્રણ શખ્સો નકલી અધિકારીની ઓળખ આપી ઘૂસ્યા હતાં. પોતાની ઓળખ નેશનલ એન્ટી કરપ્સન એન્ડ એટ્રાસીટી ઓર્ગેનાઈઝેશનની ઓળખ આપી હતી. યુનિવર્સીટીમાં નકલી ડિગ્રી બનાવતા હોવાના આક્ષેપ સાથે તપાસ કરવા પહોંચી ગયા હતા. સંચાલકોએ પોલીસને જાણ કરતા નકલી હોવાનો ભાંડો ફૂટ્યો હતો. કારમાંથી એન્ટી કરપ્શન જનરલ સેકેટરી, સી. બી. આઈ લખેલુ બોર્ડ પણ મળી આવ્યું છે.

અગાઉ ગૃહ મંત્રીનો નકલી PA ઝડપાયો
અત્રે જણાવીએ કે, થોડા દિવસ અગાઉ વરૂણ પટેલ નામના શખ્સે ગૃહમંત્રીના નકલી PA તરીકેની ઓળખ આપી હતી. વરૂણ પટેલે નકલી PAની ઓળખ આપી પોલીસ જવાનો સાથે મારામારી કરી હતી. પોલીસ જવાનોને માર મારી તેમની ગાડીનો પીછો કર્યો હતો. જે સમગ્ર બનાવના પગલે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. વરૂણ પટેલ, આકાશ પટેલ અને પુનાક પટેલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ હતી

નકલી આઈપીએસ પણ ઝડપાયો
થોડા દિવસ અગાઉ સુરતના ઉધનામાંથી બિહારનો નકલી IPS ઝડપાયો હતો. ઉન વિસ્તારમાં રહેતા મોહમ્મદ શર્માઝ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. આરોપી પાસેથી વોકીટોકી પણ મળી આવ્યો હતો. અત્રે જણાવીએ કે, ભાઠે વિસ્તારમાં અકસ્માતની તપાસમાં CCTVમાં આરોપી ઝડપાયો હતો. પોલીસે આઈકાર્ડ માગતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ નકલી આઈપીએસ વાહન ચાલકો પાસેથી રૂપિયા પડાવતો હતો. રૂપિયા પડાવીને બિહાર ભાગવાની ફિરાકમાં હતો તે પહેલા જ પોલીસે દબોચી લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

સોનુ 40 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું

Vivek Radadiya

જોઈએ છે સસ્તી પર્સનલ લોન?

Vivek Radadiya

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જાહેરાતઃ દિલ્હીમાં કાલથી લાગુ થશે ‘જ્યાં વોટ-ત્યાં જ’ ……

Abhayam