કરજણમાંથી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો ઝડપાયો રી એક વખત નકલી ઘીના કાળા ધંધાનો પર્દાફાશ થયો છે. કરજણમાંથી શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીનો જથ્થો ઝડપાયો છે. કરજણ પોલીસે મોટી માત્રામાં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીનો જથ્થો ઝડપી પાડયો છે. કરજણ જલારામ નગર વિસ્તારમાં ડુપ્લીકેટ ઘી બનાવવામાં આવતું હતું. અંદાજિત 40 ઉપરાંત ઘીના ડબ્બા સાથે 1 શખ્સ ઝડપાયો છે. ગાય ઘી, શુદ્ધ ઘીના નામે શંકાસ્પદ ડુપ્લીકેટ ઘી વેચાતું હતું. કરજણ પોલીસે ઘીના સેમ્પલને FSLમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
ટર્મરિકનું મિક્સિંગ હોય છે
જો કોઇ ફૂડમાં ભેળસેળ થાય છે, તેના સેમ્પલ ફૂડ સેફ્ટી ઓફિસર ભેગા કરે છે અને પબ્લિક હેલ્થ લેબોરેટરી પર લાવે છે. જ્યાં સાયન્ટીફિક આસી. તેનું પૃથક્કરણ કરે છે. ધીમાં મોટાભાગે વેજીટેબલ ઘીનું મિશ્રણ હોય છે.
કરજણમાંથી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો ઝડપાયો
ટર્મરિકનું મિક્સિંગ હોય છે. પહેલા પ્રથામિક ધોરણે તપાસ કરવામાં આવે છે. જે બાદ કેમિકલની મદદથી સેપ્રેશન કરીને પ્રોસિઝર કરી તથા ઇન્સ્ટૂમેન્ટ પર પણ તેની તપાસ કરવામાં આવે છે. FSSAIની ગાઇડલાઇન મુજબ કામગીરી કરાય છે.
જેથી ઘી પીળાશ પડતો દેખાય
મોટાભાગે ઘીમાં સ્ટાર્ચ નાંખવામાં આવે છે. સ્ટાર્ચ માટે આયોડીન ટેસ્ટ હોય છે. જે કોઇપણ મિલ્ક પ્રોડક્ટમાં સ્ટાર્ચ ટેસ્ટ કરવા માટે કરાય છે. કોઇપણ મેડીકલ પરથી આયોડીનનું સોલ્યુશન મેળવીને તેને ઘીની અંદર એડ કરવાનું હોય છે. જો કલર બદલાય તો તે બતાવી રહ્યું છે કે તેમાં સ્ટાર્ચ છે. મોટાભાગે ગાયના ઘીમાં વેજીટેબલ ઘી ઉમેરવામાં આવે છે. ગાયનું ઘી પીળાશ પડતું હોય છે. જેના માટે નકલી ઘીમાં ટર્મરિક એડ કરવામાં આવે છે, જેથી ઘી પીળાશ પડતો દેખાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે