ખાણખનીજ વિભાગના નવા નિયમે ચિંતા વધારી અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં હાલમાં બિલ્ડીંગ અને કન્સ્ટ્રક્શનના ધંધામાં મોટી પરેશાની સર્જાઈ ગઈ છે. નવા ઘરની રાહ જોઈ રહેલા પરીવારોને પણ હવે રાહ જોવા સિવાય છૂટકો નથી. આમ થવા પાછળ ખાણ અને ખનીજ વિભાગનો નવો નિયમ કારણભૂત છે. જોકે આ નવો નિયમ જરુરી તો છે, પરંતુ તેની અમલવારી કરાવવામાં જાણે કે કચાસ રહી ગઈ હોય એમ સમસ્યા સર્જાઈ છે.
ખાણખનીજ દ્વારા નવા નીયમ હેઠળ ખનીજ વહન કરનારા તમામ વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાડેલુ હોવુ ફરજીયાત છે. આમ હવે જીપીએસ સિસ્ટમ લગાડેલ નહીં હોય એવા વાહનોને ઝડપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ઘણાંખરા વાહનો રેતી અને કપચી વહન કરવાનુ બંધ કરી દેતા સમસ્યા સર્જાઈ છે. માત્ર અમદાવાદની જ વાત કરવામાં આવે તો માઠી અસર રુપે 500 થી વધુ બાંધકામ સાઈટને અસર પહોંચી છે.
GPSના કાળાબજાર શરુ
સરકાર દ્વારા રેતી કપચી કાઢવા ઉપયોગમાં લેવાતી ટ્રકોમાં જીપીએસ સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે. જેને લઈને હાલાકી સર્જાઈ છે. જે અંગે બ્લેટેપક કવારી એસોસિએશન દ્વારા સરકારમાં રજૂઆત કરશે. એસોસિએશનની રજુઆત છે કે માઇનિંગ કંપનીના ખાનગી કામને લઈને આ પ્રકારની પ્રક્રિયા કેમ તેને લઈને પ્રશ્ન સર્જાયો છે. સાથે જ આ કામ સાથે જોડાયેલી એક લાખ જેટલી ટ્રકો અને મશીનરી માટે બજારમાં જીપીએસ મશીન અપૂરતા હોવાનો પણ બચાવ રજૂ કરવામાં આવ્યો છે
ખાણખનીજ વિભાગના નવા નિયમે ચિંતા વધારી
તેમજ GPS લગાડવાનો નિયમ લાગુ કરતાની સાથે જ, બજારમાં મળતા જીપીએસ ટ્રેકર બમણાથી પણ વધુ ભાવે કાળા બજારીમાં વેચાઈ રહ્યા છે. અમુક જિલ્લાઓમાં જીપીએસ સિસ્ટમ ટ્રેકર કામ ન કરે તો રોયલ્ટી ન મળે તે પણ એક પ્રશ્ન છે. આ સાથે જ ટ્કોમાં અગાઉથી જ જીપીએસ સિસ્ટમ કંપની તરફથી ઇન્સ્ટોલ હોય છે તેને જ કાર્યરત રાખવા એસોસિએશનની માંગ છે. ટ્રક કંપનીના જીપીએસ સિસ્ટમ સિવાય અન્ય સિસ્ટમ ન લગાવવામાં આવે તેવી એસોસિયેશનની રજૂઆત છે. આ તમામ મુદ્દે એસોસિએશન સરકારને રજુઆત કરશે. જેનો સુખદ અંત આવે તેવી આશા એસોસિએશનને છે.
સપ્લાય બંધ પડતા સમસ્યા
ઉલ્લેખનીય છે કે જીપીએસ સિસ્ટમ વગર ટ્રકો નહીં ચલાવવા નીચે સુચના છે. જોકે જીપીએસ સિસ્ટમના અભાવે છેલ્લા પાંચ દિવસથી રેતી અને કપચીનો સપ્લાય બંધ થયો છે. જે રેતી કપચી નો સપ્લાય બંધ થતાં કન્સ્ટ્રકશન સાઈડ પર સામાન નથી પહોંચી રહ્યો અને કામ અટકી ગયું છે. જેના કારણે બિલ્ડરોને સાઇટ બનાવવામાં વિલંબ થઈ રહ્યો છે.
જો મકાન બનતા મોડું થાય તો જે મકાન ધારકોને સમય આપ્યો છે મકાન આપવાનો તે પૂર્ણ ન થાય. તેમજ મકાન મોડા તૈયાર થાય અને મકાન ધારકને મકાન મોડા મળે તે પણ પ્રશ્ન સર્જાયો છે. તેમાં પણ બિલ્ડરે કન્સ્ટ્રકશન સાઇટના કામની સમયાંતરે વિગત રેરામાં પણ આપવાની હોય છે. જેમાં પણ હાલાકી પડી શકે છે. જે તમામ માંથી મુક્તિ મળે તેવી એસોસિએશન સરકાર પાસે આશ રાખી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે