સીરિયાના નોર્થમાં આવેલા એક શહેરની હોસ્પિટલ પર થયેલા મિસાઇલ એટેકમાં 2 ડૉક્ટરો સહિત 13 લોકોના મોત થયા છે. આ શહેર પર તુર્કી સમર્થિક યુવાનોનો કબ્જો છે. હાલમાં એ સ્પષ્ટ નથી થયું કે હુમલા પાછળ કોનો હાથ છે. પણ આ હુમલો એ જગ્યાઓથી કરવામાં આવ્યો છે જ્યાં સરકારી સૈનિક અને કુર્દ લડાકુઓ તૈનાત છે.
તુર્કીના હયાત પ્રાંતમાં હુમલા માટે કુર્દ ગ્રુપને જવાબદાર ગણવામાં આવ્યા છે. તો કુર્દોના સીરિયન ડેમોક્રેટિક ફોર્સિસના પ્રમુખ મજલૂમ અબાદીએ હુમલામાં પોતાની આર્મીનો હાથ હોવાની વાત નકારી છે. તેમણે ટ્વીટ કરી કહ્યું કે અમેરિકા સમર્થિત એસડીએફ આવા હુમલાની નિંદા કરે છે. જેઓ નિર્દોષોને નિશાનો બનાવે છે. આ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે.
તુર્કીના હયાત પ્રાંતના ગર્વનરે કહ્યું કે હુમલામાં 13 સામાન્ય નાગરિકોના મોત થયા છે અને 27 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગવર્નર ઓફિસે હુમલા માટે સીરિયન કુર્દિશ ગ્રુપને જવાબાર ગણાવ્યા છે.
બ્રિટેનના માનવાધિકાર સંગઠન સીરિયન ઓબ્જર્વેટરી ફોર હ્યુમ રાઇટ્સના હુમલામાં મરનારા લોકોની સંખ્યા 18 જણાવી છે. વિપક્ષના કબ્જાવાળી જગ્યા પર સ્વાસ્થ્ય કેન્દ્રોની સહાયતા કરનારા સીરિયન અમેરિકન મેડિકલ સોસાયટીએ જણાવ્યું કે આફરીન શહેરના અલ શિફા હોસ્પિટલ પર બે મિસાઇલ છોડવામાં આવી, જેના કારણે પોલીક્લિનિક ડિપાર્ટમેન્ટ, ઈમરજન્સી સેવા અને ડિલિવરી વોર્ડ સંપૂર્ણ રીતે ધ્વસ્ત થયા છે. સીરિયન અમેરિકન મેડિકલ સોસાયટીએ હોસ્પિટલ પર હુમલાની ઘટનાની તપાસ કરવાની માગ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…