WFI વિવાદમાં મોટો વળાંક કુસ્તી વિવાદમાં હવે મોટો ટ્વિસ્ટ આવ્યો છે. 3 મોટા પહેલવાનોની સામે 300થી વધુ પહેલવાનો મેદાને પડ્યાં છે. ભારતીય કુસ્તી ફેડરેશનને લઈને ચાલી રહેલા વિવાદમાં બુધવારે નવો વળાંક આવ્યો. અત્યાર સુધી આંદોલન કરીને પોતાનું સન્માન પરત કરનાર સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ સામે વિરોધ શરૂ થયો છે. બુધવારે જંતર-મંતર પર સેંકડો કુસ્તીબાજો એકઠા થયા હતા અને તેમણે આ ત્રણેયનો વિરોધ કર્યો હતો. આ લોકોના હાથમાં બેનર પણ હતા, જેમાં સૂત્રો લખેલા છે. તેમાંથી એકે લખ્યું હતું કે, “સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટે દેશની કુસ્તીને બરબાદ કરી દીધી છે.” આ જુનિયર કુસ્તીબાજો યુપી, હરિયાણા અને દિલ્હીથી બસો દ્વારા આવ્યા છે.
300થી વધુ નાના પહેલવાનોએ સાક્ષી-બજરંગ-વિનેશનો વિરોધ કર્યો
આ આંદોલનકારી જુનિયર કુસ્તીબાજોમાં બાગપતના છાપરૌલીના 300 લોકો છે. આ ઉપરાંત કેટલાક લોકો નરેલાની વિરેન્દ્ર રેસલિંગ એકેડમીમાંથી પણ આવ્યા છે. એટલું જ નહીં, આ લોકોનું કહેવું છે કે, અહીં કેટલાક વધુ રેસલર આવી રહ્યા છે. તેઓએ જંતર-મંતર પર વિરોધ કરવાનો નિર્ણય કર્યો, જ્યાં સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ એક મહિનાથી વધુ સમયથી રોકાયા હતા. જંતર-મંતર પહોંચ્યા બાદ તેઓએ ત્રણેય વરિષ્ઠ કુસ્તીબાજો વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
WFI વિવાદમાં મોટો વળાંક
શું કહેવું છે જુનિયર કુસ્તીબાજોનું
જુનિયર કુસ્તીબાજોનું કહેવું છે કે સાક્ષી-બજરંગ અને વિનેશના આંદોલનને કારણે તેમના કુસ્તીના કાર્યક્રમો થતા નથી અને કુસ્તીની રમત ભારતમાં બરબાદ થઈ રહી છે.
શું બોલી સાક્ષી મલિક
સાક્ષી મલિકે આરોપ લગાવ્યો છે કે બ્રૂજભૂષણ શરણ સિંહના ગુંડાઓ સક્રિય થઇ ગયા છે. “મારી માતાને ફોન પર ધમકીઓ મળી રહી છે. “અમારું રક્ષણ કરવું એ સરકારની જવાબદારી છે. હવે અમારા પર જુનિયર્સની કારકિર્દી બરબાદ કરવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. અમે કુસ્તીમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છીએ. અમે નથી ઈચ્છતા કે અમારા કારણે જુનિયરોની કારકિર્દી બરબાદ થાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે