ફાર્મસી એજ્યુકેશનમાં મોટો ફેરફાર Pharmacy Education : ફાર્મસી એજ્યુકેશનને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, 75 વર્ષ બાદ ફાર્મસી એજ્યુકેશનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. વિગતો મુજબ ફાર્મસી કોલેજ, યુનિમાં આધાર બેઝ વિદ્યાર્થી અને પ્રોફેસરનું વેરીફીકેશન થશે. જેને લઈ હવે ભારત સરકાર દ્વારા ગેજેટ્સ બહાર પડાયુ છે. જેથી હવે બોગસ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો દૂર થશે.
ફાર્મસી એજ્યુકેશનમાં મોટો ફેરફાર
75 વર્ષ બાદ ફાર્મસી એજ્યુકેશનમાં કરવામાં આવેલ ફેરફાર મુજબ હવે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પોર્ટલ સાથે આધારકાર્ડ લિંક કરવું પડશે. આ સાથે ડુપ્લીકેટ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો પકડાશે તો કોલેજો પર કાર્યવાહી થશે.
આ લોકો સામે ફાર્મસી એક્ટ હેઠળ કોલેજો સામે કાર્યવાહી થશે. ફાર્મસી એજ્યુકેશનમાં મોટા ફેરફાર બાદ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખની પ્રતિક્રિયા સામે આવી છે.
શું કહ્યું ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખે ?
સમગ્ર મામલે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ ડૉ.મોન્ટુ પટેલે કહ્યું કે, ફાર્મસીનુ ક્વોલિટી એજ્યુકેશન આપવા માટે સુધારો થયો છે. વિદ્યાર્થીઓને હવે ફાર્મસીનું સારું શિક્ષણ મળશે.
ફાર્મસી કોલેજોમાં થતી ગેરરીતિ અટકાવવાની પહેલ છે. નવી પોલિસીથી નવા ફાર્મસી પ્રોફેસરોની ભરતી થશે. આ સાથે તેમણે કહ્યું કે, પ્રોફેસરોને હવે કાયદા મુજબ કોલેજોએ પગાર આપવો પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…