મહેસાણામાં હવે નકલી ડિગ્રી કૌભાંડ સામે આવ્યું Mehsana Fake Health Workers : મહેસાણામાં હવે નકલી ડિગ્રી કૌભાંડ સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, અહીં છેલ્લા 10 વર્ષથી 11 હેલ્થ વર્કર ખોટી ડિગ્રી પર નોકરી કરતાં હોવાનું સામે આવ્યું છે. માર્ચ 2023માં શરૂ કરવામાં આવેલ તપાસમાં આ કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ આ લોકોએ અન્ય રાજ્યોની યુનિવર્સિટીના નામથી નકલી ડિગ્રી મેળવી નોકરી મેળવી હતી. આ તરફ જિલ્લા વિકાસ અધિકારીએ તમામને નોટિસ આપી ખુલાસ માંગ્યો છે. આ સાથે હવે આ તમામ 11 હેલ્થ વર્કરને નોકરીમાંથી છૂટા કરવામાં આવશે.
મહેસાણામાં હવે નકલી ડિગ્રી કૌભાંડ સામે આવ્યું
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરનો નકલી ડિગ્રી કાંડ જાહેર થયો છે. બહારના રાજ્યોની નકલી ડિગ્રીના સહારે રોજગારી મેળવી છે. રાજ્ય વિકાસ કમિશનર ટીમે કૌભાંડનો ભાંડો ફોડયો છે. મહેસાણા જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાં નકલી ડિગ્રી સાથે કમલ્ટી પર્પઝ હેલ્થ વર્કર કામ કરતા હતા. 10 વર્ષથી આરોગ્યમાં નકલી ડિગ્રીથી ફરજ બજાવતા હતા. જેમાં વિનાયક યુનિવર્સિટી તામિલનાડુ, હિલામયન યુનિવર્સિટી અરુણાચલ પ્રદેશ, સાંધાઈ યુનિવર્સિટી મણિપુર તેમજ માનવ ભારતી યુનિવર્સિટી હિમાચલ પ્રદેશની નકલી ડિગ્રી સામે આવી છે. ત્યારે
બનાવટી સર્ટીની ચર્ચાઓ ખૂબ તેજ બની હતી અને સમગ્ર ભાંડો ફૂટયો
વર્ષ 2011-12 માં હેલ્થ વર્કર તરીકે નોકરી લાગ્યા હતા ત્યારે હવે નકલી સર્ટિફિકેટ હેલ્થ વર્કરોને છુટા કરાશે. જેમાં 11 હેલ્થ વર્કરોની નકલી ડિગ્રી હોવાનું ખુલ્યું છે. તેમાં રાજ્ય વિકાસ કમિશનરની ટીમે નકલી ડિગ્રી કાંડનો ભાંડો ફોડયો છે. અગાઉ મહેસાણાના બેચરાજી પંથકમાં આવેલ નામાંકિત પ્રાઇવેટ કંપનીઓમાં મેનપાવર માટે અનેક લોકોને નોકરીએ રાખવામાં આવેલા હતા.
જોકે અહીં રોજ આ કંપનીઓ સામે નોકરીની આસ લગાવી બેઠેલા પદવી વગરના લોકો માટે બેચારજીમાં એક દુકાન ખુલી હતી. તેજ સર્ટી અભણ લોકોને નામાંકિત કંપનીઓમાં નોકરી માટેનો આધાર બનતા હતા. જોકે એક પછી એક એમ મોટી સંખ્યામાં લોકો ડુપ્લિકેટ સર્ટિફિકેટ આધારે નોકરી પર જતાં હોય બનાવટી સર્ટીની ચર્ચાઓ ખૂબ તેજ બની હતી અને સમગ્ર ભાંડો ફૂટયો હતો.
વિગતો મુજબ આ ઇસમો તમિલનાડુ, અરુણાચલ પ્રદેશ અને મણિપુર સહીતની યુનિવર્સિટીની ડિગ્રી પર નોકરી લીધી હતી. આ તરફ આ 11 લોકો વર્ષ 2011-12 માં હેલ્થ વર્કર તરીકે નોકરી લાગ્યા હતા. હાલ આ 11 હેલ્થ વર્કર ખેરાલુ, વિજાપુર, વડનગર, ઉંઝા, બહુચરાજી, કડી અને સતલાસણામાં નોકરી કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે