Abhayam News
AbhayamGujarat

નકલી જીરું બનાવવા માટેની ફેક્ટરી ઝડપાઈ

A factory for making fake cumin was caught

નકલી જીરું બનાવવા માટેની ફેક્ટરી ઝડપાઈ ભારતમાં અનેક વસ્તુઓ ડુપ્લિકેટ બનતી હોવાની માહિતી પ્રાપ્ત થતી હોય છે. પરંતુ ખાસ ખાદ્ય પદાર્થોમાં ડુપ્લીકેટ બનાવવું અને સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા એ ખૂબ ગંભીર બાબત ગણી શકાય છે, ત્યારે આજે મહેસાણા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઊંઘતું ઝડપાયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. ઊંઝાના કામલી પાસે શંકાસ્પદ ડુપ્લિકેટ જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઇ છે.

A factory for making fake cumin was caught

ડુપ્લિકેટ જીરું બનાવવા માટે કેટલાક કેમિકલ, ગોળ તેમજ અન્ય પદાર્થો પણ સ્થળ ઉપર મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો છે. જે સ્વાથ્ય સાથે નુકશાન પહોંચાડી શકે તેવા પદાર્થો ઉપયોગમાં લેવાતા હોવાનું સામે આવી રહ્યું છે. વેસ્ટ વરિયાળી નાની સાઈઝનું કટીંગ અને આ કેમિકલો દ્વારા આ ડુપ્લીકેટ જીરૂ બનતું હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે. 

નકલી જીરું બનાવવા માટેની ફેક્ટરી ઝડપાઈ

મહેસાણા જિલ્લાના ફૂડ વિભાગે ઉંઝામાં એક ફેક્ટરીના શેડમાં દરોડો પાડ્યો હતો. જ્યાં શંકાસ્પદ જીરું સહિત તેને બનાવવા માટે માટેના હલકી ગુણવત્તાના વરિયાળીના જથ્થા અને ગોળને પણ ફૂડ વિભાગે જપ્ત કર્યો છે. દરોડા દરમિયાન હલકી ગુણવત્તાની વરીયાળીમાંથી નકલી જીરું તૈયાર કરવામાં આવતુ હોવાની આશંકાએ ફૂડ વિભાગે દરોડ પાડ્યો હતો. આ માટે સેમ્પલ લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા.

A factory for making fake cumin was caught

બધી જ વસ્તુ નકલી  મળી રહી હોય એવી સ્થિતિ સર્જાઈ છે. પૈસા કમાઈ લેવાની લાલચમાં બધું જ નકલી કરીને લોકોને છેતરવામાં આવી રહ્યા છે. મહેસાણા જિલ્લાના ઉંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી હોવાની આશંકાએ ફૂડ વિભાગે દરોડો પાડ્યો હતો. જ્યાંથી જીરું જેવું જ દેખાતુ મટીરીયલ તૈયાર કરેલ કોથળા ફૂડ વિભાગે જપ્ત કર્યા છે. જેમાં હલકી ગુણવત્તાની વરીયાળી અને એવા જ ગોળ વડે જીરું જેવો દેખાવ તૈયાર કરવામાં આવતો હતો.

A factory for making fake cumin was caught

જીરું નકલી બનાવતું હોવાની આશંકાએ દરોડો પાડીને ફૂડ વિભાગે 88 લાખ કરતા વધુનો સામાન સ્થળ પરથી જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં શંકાસ્પદ જીરુંનો જથ્થો, હલકી ગુણવત્તાની વરીયાળી અને ગોળ સહિતના સામાનને જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ ફેક્ટરી માલીક તૈયાર કરવામાં આવેલ શંકાસ્પદ જીરુંને પશુ આહાર હોવાનું ગણાવી રહ્યો છે અને જે વાત ગળે ઉતરે એવી નથી. આમ પશુઆહારનું બહાનુ ધરી બચાવનો રસ્તો શોધાઈ રહ્યો હોવાનુ માનીને તંત્રએ કાર્યવાહી શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર દર્શનાદેવીજીની વંદે ભારત એક્સપ્રેસમાં અમદાવાદથી સુરત સુધીની સફર

Vivek Radadiya

જુઓ:-ગુજરાત રાજ્યમાં અનલોક અંગેના મહત્ત્વના સમાચાર, પ્રતિબંધોમાં આપી શકે વધુ છૂટછાટ.

Abhayam

ભાણેજે મામાનું 8 કરોડ રૂપિયાનું કરી નાંખ્યુ

Vivek Radadiya