ગુજરાતમાં રંગેચંગે નવા વર્ષનો પ્રચંડ આરંભ ફર્સ્ટ ને લઈને અમદાવાદ શહેર પોલીસમાં હાથ ધરાયું વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. સિંધુ ભવન સહીત શહેરનાં વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા વાહન ચેકીંગ હાથ ધરતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પોલીસ દ્વારા શંકાસ્પદ જણાતા વાહનો ચાલકોને રોકી ચેકીંગ કરાઈ રહ્યું છે. અમદાવાદમાં 31 ડિસેમ્બર ને લઈને પોલીસનું ચેકીંગ હાથ ધર્યું હતું. સિંધુભવન રોડના ટાઈમ્સ સ્કેવર પાસે SoG એ ચેકીંગ હાથ ધર્યું હતું. ડ્રગ્સ ટેસ્ટીગ કીટથી ચેકીંગ કરાઈ રહ્યું છે. રિવરફ્રન્ટ, સિંધુભવન, એસ.જી હાઇવે સહિતના વિસ્તારમાં ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં રંગેચંગે નવા વર્ષનો પ્રચંડ આરંભ
બનાસકાંઠા પોલીસની 4 બોર્ડર ચેકપોસ્ટ ઉપર 66 લોકો પીધેલાં ઝડપાયા
થર્ટી ફર્સ્ટને લઈ રાજસ્થાન બોર્ડરને અડીને આવેલ બનાસકાંઠા બોર્ડર પર વાહન ચેકીંગ સઘન બનાવ્યું હતું. ત્યારે પોલીસે 4 બોર્ડર ચેક પોસ્ટ ઉપર 66 લોકોને પીધેલી હાલતમાં ઝડપ્યા હતા. તમામ શખ્શો દારૂ પીધેલી હાલતમાં રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરતા હતા. અમીરઢ પોલીસે 5 લોકોને ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અને 30 પીધેલાને પકડ્યા હતા.
પાંથાવાડાની ગુંદરી ચેક પોસ્ટ ઉપર 7 શખ્સો પીધેલી હાલતમાં ઝડપાયા હતા. નેનાવા ચેક પોસ્ટ ઉપર વિદેસી દારૂનો જથ્થો પકડી પીધેલી હાલતમાં 4 શખ્શોને ઝડપ્યા હતા. થરાદની ખોડા ચેક પોસ્ટ ઉપર 19 પીધેલા શખ્શોને પકડી કાર્યવાહી કરી હતી. તમામ શખ્શો દારૂ પીધેલી હાલતમાં રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરતા હતા.
અમદાવાદ પોલીસનો જડબેસલાક બંદોબસ્ત
ત્યારે પોલીસ દ્વારા પણ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. ત્યારે પોલીસ દ્વારા શહેરમાં સીજી રોડ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હોઈ પોલીસ દ્વારા સીજી રોડ પર ટ્રાફિક જામ ન સર્જાય તે માટે વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો. તો એસજી હાઈવ પર પણ ભારે વાહનો માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે