Abhayam News
AbhayamGujarat

 બ્રિટિશ કાળના સોનાના સિક્કા મળવાનો કેસ

A Case of Finding British Period Gold Coins

 બ્રિટિશ કાળના સોનાના સિક્કા મળવાનો કેસ નવસારીનાં બીલીમોરા શહેરમાં બ્રિટિશ કાળનાં સોનાનાં કિસ્સા મળવાનાં કેસમાં આજે ઘટસ્ફોટ થઈ શકે છે. બીલીમોરાનાં વર્ષો જૂના મકાનને તોડતા તેનાં મોભમાંથી બ્રિટીશ કાળનાં સોનાનાં સિક્કા મળ્યા હતા. ત્યારે વલસાડનાં કોન્ટ્રાક્ટર અને મધ્યપ્રદેશનાં મજૂરોએ સિક્કા વહેંચી લીધા હોવાની NRI મકાન માલિકને શંકા હતી. જે બાદ NRI મહિલાએ નવસારી આવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

A Case of Finding British Period Gold Coins

 બ્રિટિશ કાળના સોનાના સિક્કા મળવાનો કેસ

NRI મહિલા મકાન માલીકે નવસારી આવી નોંધાવી હતી પોલીસ ફરિયાદ NRI મહિલા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. સોનાનાં સિક્કા શોધવા તપાસમાં જોતરાયેલી નવસારી LCB પોલીસે કોન્ટ્રાક્ટર સહિત MP સુધી તપાસ કરી હતી. મધ્યપ્રદેશનાં અલીરાજપુર જીલ્લાનાં સોંડવા ગામનાં મજૂરોને ત્યાં નવસારી એલસીબીએ તપાસ કરી હતી. જે બાદ પોલીસ દ્વારા મજૂરોની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા.

A Case of Finding British Period Gold Coins

પોલીસ તપાસમાં ચોરેલા 240 સોનાના સિક્કમાંથી 199 સિક્કા કર્યા રિકવર નવસારી LCB એ ત્રણ આરોપીઓને પકડીને 7 દિવસનાં રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમ્યાન પોલીસ દ્વારા મજૂરોની પૂછપરછ હાથ ધરવામાં આવતા મજૂરોએ સોનાનાં સિક્કા મળ્યા બાદ તેને વહેંચી મધ્યપ્રદેશમાં પોતાનાં ગામમાં જઈ જમીનમાં દાટી દીધા હતા. ત્યારે પોલીસ તપાસમાં ચોરેલા 240 સોનાનાં સિક્કામાંથી 199 સિક્કા રિકવરકર્યા છે. તેમજ સોનાનાં સિક્કા મામલે નવસારી એસપી આજે સમગ્ર માહિતી આપી શકે છે.

A Case of Finding British Period Gold Coins

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

આ રાજ્યમાં ધોરણ 1થી 8ની શાળાઓ 31 જાન્યુઆરી સુધી બંધ કરવાનો આદેશ..

Abhayam

રાજકોટમાં શિમલા-મનાલી જેવા દ્રશ્યો આવ્યા સામે

Vivek Radadiya

ગુજરાતમા આવ્યા રાહત ના સમાચાર જાણો શુ છે ખબર…

Abhayam