‘સંકલ્પ’ નામક બુકેલટમાં રામમંદિર સંઘર્ષમાં જોડાયેલા લોકોની કહાની અયોધ્યામાં રામમંદિર ઉદ્ઘાટન અને રામલલાનાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે મુખ્ય લોકોને મોકલવામાં આવેલ આમંત્રણ પત્રક જોવા મળ્યું છે. તેમાં રામલલા અને ભવ્ય રામમંદિરનાં ફોટો છાપવામાં આવ્યાં છે. આમંત્રણ પત્રિકાની સાથે ‘સંકલ્પ’ નામક એક બુકલેટ પણ આપવામાં આવી છે. આ બુકલેટમાં 1528થી 1984 દરમિયાન રામમંદિર સંઘર્ષમાં જોડાયેલા સંતો અને કોર્ટની કાર્યવાહીમાં સામેલ લોકોનાં ફોટોઝ અને જાણકારી આપવામાં આવી છે. બુકલેટમાં મહાન સંત દેવરહા બાબાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે 33 વર્ષો પહેલાં રામમંદિરનાં નિર્માણને લઈને ભવિષ્યવાણી કરી હતી જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે.
‘સંકલ્પ’ નામક બુકેલટમાં રામમંદિર સંઘર્ષમાં જોડાયેલા લોકોની કહાની

33 વર્ષ પહેલાં કરી હતી ભવિષ્યવાણી
બુકલેટમાં દેવરહા બાબાનો ફોટો પણ છાપવામાં આવ્યો છે. આ એ જ બાબા છે કે જેમણે 33 વર્ષો પહેલાં રામમંદિરનાં નિર્માણની ભવિષ્યવાણી કરી હતી અને કહ્યું હતું કે મંદિર બધાની સહમતિથી બનશે. વીડિયોમાં બાબા બોલી રહ્યાં છે કે મંદિર બની જશે.. એ વાતમાં કોઈ શંકા નથી. જ્યારે બાબાને પૂછવામાં આવ્યું કે મંદિર કોણ બનાવશે ત્યારે તેમણે કહ્યું કે સાંભળો, રામમંદિર બધાનાં સહયોગથી બનશે. નિર્માણમાં કોઈ વિધ્ન નહીં આવે. બુકલેટમાં લખવામાં આવ્યું છે કે, ” રામાનુજ પરંપરાનાં વાહક, દિવ્ય તેમજ ઉચ્ચ આધ્યાત્મિક શક્તિઓથી ઓતપ્રોત પૂજ્ય દેવરહા બાબા, વર્ષ 1989નાં પ્રયાગ મહાકુંભનાં અવસર પર વિશ્વ હિંદૂ પરિષદ દ્વારા આયોજિત સંત સમ્મેલનમાં પહોંચ્યાં હતાં. તેમણે ઘોષણા કરી હતી કે VHP મારી આત્મા છે અને મારી સહમતિથી શ્રીરામ જન્મભૂમિ આંદોલન ચાલી રહ્યું છે”
રામભક્ત દેવરહા બાબા
દેવરહા બાબા એક સિદ્ધ મહાપુરુષ અને સંત હતાં. મોટા-મોટા રાજનેતાઓ બાબા પાસે આશીર્વાદ લેવા માટે આવતાં હતાં. ગામડાના લોકો તેમજ મોટી હસ્તીઓ તેમનાં દર્શન કરવા કલાકો સુધી રાહ જોતા હતા. સામાન્ય ચૂંટણી સમયે તેમના આશીર્વાદ મેળવવા માટે અનેક રાજકારણીઓએ તેમની મુલાકાત લીધી હતી જેમાં ઈન્દિરા ગાંધી , બુટા સિંહ અને રાજીવ ગાંધીનો સમાવેશ થાય છે . રાજીવ ગાંધી અને પત્ની સોનિયા ગાંધીએ 1989ની ચૂંટણીની પૂર્વસંધ્યાએ તેમના આશ્રમની મુલાકાત લીધી હતી. તે ભગવાન શ્રીરામનાં મોટા ભક્ત હતાં અને શ્રીકૃષ્ણને પણ તેઓ રામ સમાન માનતાં હતાં. તેઓ લોકોને તેમની મુશ્કેલીઓથી મુક્તિ અપાવવા માટે ભગવાન શ્રીરામનો મંત્ર આપતાં હતાં.
250-500 વર્ષ જીવ્યાં બાબા?
દેવરહા બાબા ઉત્તરપ્રદેશનાં દેવરિયાથી હતાં. તેમને લઈને કહેવામાં આવે છે કે તેઓ ઘણાં વર્ષો જીવ્યાં. જો કે તેઓ કેટલા વર્ષ જીવિત રહ્યાં એ અંગે અલગ-અલગ વાતો સાંભળવા મળે છે. કેટલાક લોકો કહે છે કે દેવરહા બાબા 900 વર્ષો સુધી જીવિત રહ્યાં તો કેટલાક કહે છે કે તેઓ 250 વર્ષ જીવ્યાં અને કેટલાક માને છે કે તેઓ 500 વર્ષો સુધી જીવ્યાં. જો કે તેમના જન્મને લઈને મતમતાંતર છે. સાથે જ તેમનાં મૃત્યુને લઈને પણ ઠોસ માહિતી નથી.
લોકો દેવરહા બાબાને ચમત્કારી બાબા માને છે. તેમના ચમત્કારોની અનેક કહાનીઓ સાંભળવા મળે છે. કહેવામાં આવે છે કે તેઓ માણસ અને પ્રાણીઓનાં મનની વાત જાણી લેતાં હતાં અને તેમણે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી લીધી હતી. દેવરહા બાબાએ વર્ષો પહેલા રામમંદિરને લઈને ભવિષ્યવાણી કરી હતી જે હવે સાચી થવા જઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે