સુરતના MLA સંગીતા પાટીલના નામે બન્યું બોગસ ફેસબુક ID સુરતના લિંબાયત વિધાનસભા વિસ્તારના MLA સંગીતા પાટીલના નામે નકલી ફેસબુક ID બની હોવાનું સામે આવ્યું છે. MLA સંગીતા પાટીલે સમગ્ર બાબતે માહિતી પણ જાહેર કરી છે. તેમણે કહ્યું કે તેમના ફોટો અને નામનો દુરૂપયોગ થયો હોવાનો આક્ષેપ છે. કોઈ પણ લોકોને ફેસબુક રિક્વેસ્ટ આવે તો આ નકલી IDની રિકવેસ્ટ એક્સેપ્ટ ન કરવા લોકોને અપીલ કરી છે.
સુરતના MLA સંગીતા પાટીલના નામે બન્યું બોગસ ફેસબુક ID
સુરતના લિંબાયત વિસ્તારના MLA સંગીતા પાટીલના નામે નકલી ફેસબુક ID બની હોવાનું સામે આવ્યું છે અને આ બાબતે MLA સંગીતા પાટીલે પોતે માહિતી જાહેર કરી છે. તેમણે આક્ષેપ કર્યા, કે કોઇ અજાણ્યા શખ્સે ફેસબુકમાં બોગસ ID બનાવી છે. જેમાં તેમના ફોટો અને નામનો દુરૂપયોગ થયો છે.
ત્યારે, સંગીતા પાટીલના નામે બનેલી બોગસ ID પરથી ફેસબુક રિક્વેસ્ટ એક્સેપ્ટ ન કરવા સંગીતા પાટીલે લોકોને અપીલ કરી છે. સાથે, આ બાબતે પોલીસને પણ જાણ કરી છે અને બોગસ ફેસબુક ID બનાવનાર સામે કાયદેસરના કડક પગલાં લેવાની માગ કરી. માહત્વનું છે કે વધતાં સાયબર ફ્રોડના કિસ્સાને લઈ પોલીસ સતર્ક છે જેની વચ્ચે MLA નું જ ફેક સોશિયલ મીડિયા ID બનતા હવે આવા લોકો પર લગામ લગાવવા ખૂબ જરૂર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે