એક તરફ મોભીની છત્રછાયા ગુમાવી, તો બીજી તરફ કોરોના પણ વેરી બન્યો અને સોના-ચાંદીનો ધમધોકાર ચાલતો કામ ધંધો ઠપ્પ થયો,….
કોરોનાકાળમાં અનેક વેપારીઓનો ધંધો ઠપ્પ થઇ ગયો છે જેમાંથી એવા ઘણાં છે જેઓ હિંમત હારી ગયા પરંતુ એવા પણ અનેક કિસ્સાઓ છે જેમાં પરિવાર સાથે મળીને નબળી પરિસ્થિતિમાં પણ મહેનત કરીને આગળ વધવાની આશ નથી છોડી. આવી જ એક પ્રેરણાત્મક વાત છે જામનગરનાં એક પરિવારની. જામનગરમાં સોની બજારમાં હિતેન્દ્રભાઈ મોનાણી પોતાના બન્ને પુત્રો સાથે સોની કામ સાથે સંકળાયેલા હતા.
બે પેઢીથી સોનાના વ્યવસાય સાથે સંકળાયેલા આ પરિવારના મોભી હિતેન્દ્રભાઈ મોનાણીએ બીમારીમાં દમ તોડયો બાદમાં આ પરિવારના બંને પુત્રો સોની કામ કરતા હતા પરંતુ હાલ કોરોનાની કપરી પરિસ્થિતિમાં સોની કામ નહીં મળતાં પરિવારના ગુજરાન ચલાવવુ અઘરું બન્યું હતું.
ભાડે મકાન રાખી જામનગરના ભાગોળે વસેલા આ પરિવારે જિંદગીના તડકા છાયા વેઠી કોરોનાથી કામ ન મળતા આર્થિક તંગીમાં પારંપારિક સોના-ચાંદીના આભૂષણો બનાવવાનો ધંધો છોડી ગૃહ ઉદ્યોગ તરફ વળ્યા છે.
જેથી હિતેન્દ્રભાઈ મોનાણીના પુત્રો ધર્મેશ અને રાહુલ નામના બંને ભાઈઓએ પોતાના ઘરે હાલ ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો છે અને સોની કામ છોડી ઘરનું પૂરું કરવા માટે સિક્યુરિટી અને ગ્રેઇન માર્કેટમાં છૂટક કામે વળગ્યા છે. આ સાથે સાંજે પોતાના ઘરે જ ફ્લેવરવાળી ફરસી પુરી બનાવી જિવનના નવા અધ્યાય લખી રહ્યાં છે.
બે ભાઈ અને માતા સાથે વસવાટ કરતા આ સોની પરિવાર હવે ગૃહ ઉદ્યોગ થકી પોતાનું ગુજરાન ચલાવવા માટે મથામણ કરી રહ્યો છે. તો બે છેડા ભેગા કરવા માટે બંને ભાઈઓએ સિક્યુરિટી અને ગ્રેઇન માર્કેટમાં ગોળના વેપારીને ત્યાં મજૂરીકામ કરવા લાગ્યા છે અને માંડ માંડ મહિને 12 હજાર રૂપિયા જેટલું કમાઈ રહ્યા છે. જેમાંથી 7 હજાર રૂપિયા જેટલું તો મકાન ભાડુ ચૂકવે છે અને બાળકોના અભ્યાસ અને ઘર ચલાવવા પાછળ બાકીના પૈસા માંડ માંડ પુરા કરી રહ્યા છે.
એક તરફ મોભીની છત્રછાયા ગુમાવી, તો બીજી તરફ કોરોના પણ વેરી બન્યો અને સોના-ચાંદીનો ધમધોકાર ચાલતો કામ ધંધો ઠપ્પ થયો, 45થી 40 હજાર જેટલું મહિને કમાતા આ પરિવારમાં હાલ આખું ઘર પરિવાર અને આસપાસના લોકોના સહયોગથી બંને ભાઈ નોકરી કરી અને ગૃહ ઉદ્યોગ મારફતે માંડ માંડ 12 હજાર જેટલું કમાઈ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…