સૌરાષ્ટ્રથી પરિવાર સાથે સુરત જિલ્લાના માંડવી તાલુકાના ટૂકેદ ગામે આવીને વસેલાં જમનાબેન નકુમ દ્વારા અથાક પરિશ્રમ કરીને ગૌશાળા ઊભી કરી છે. માત્ર બે ચોપડી ભણેલાં જમનાબેન અને તેમના પરિવારે કોઠાસૂઝથી નાના પાયે ગૌશાળાની શરૂઆત કરી હતી. આજે તેમની ક્રિષ્ના નામની ગૌશાળામાં નાની-મોટી મળીને 70 જેટલી ગીર ઓલાદની ગાયો છે, જેના થકી સવાર-સાંજ 170 લિટર જેટલું દૂધ એકઠું કરવામાં આવે છે.
.ગૌશાળામાંથી એકઠા થયેલા શુદ્ધ ગીર ગાયના દૂધને પરિવારના સભ્યો સુરતમાં ઘરે ઘરે લોકો સુધી પહોંચાડે છે, જેથી વાર્ષિક તેમની આવક 20 લાખથી વધુની થઈ રહી છે.મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોટડી ગામના વતની નકુમ જમનાબેન મગનભાઈ છ વર્ષ અગાઉ સુરત જિલ્લાના માંડવી તાલુકાના ટૂકેદ ખાતે આવીને ભાડાપટ્ટા પર જમીન રાખીને ગૌશાળાની નાના પાયે શરૂઆત કરી હતી,
જોકે પરિવારની આગવી સૂઝ અને જાત મહેનતને કારણે જમનાબેન અને તેમનો પરિવાર ઘાસચારો જાતે વાવવાથી લઈને ગાયોની દેખરેખ સારી રીતે રાખતાં હોવાથી આજે ગૌશાળા નમૂનેદાર બનવાની સાથે સાથે 70 જેટલી ગાયોની સંખ્યા થઈ ગઈ છે, જેમાંથી 20 જેટલી ગીર ગાયો દૂઝણી છે, જ્યારે 32 જેટલી વાછરડીઓની સંખ્યા સાથે તમામ નાની-મોટી થઈને 70 જેટલી ગાયો થઈ ગઈ છે.જમનાબેને જણાવ્યું હતું કે અમારી ગૌશાળામાં અમે ગીર ઓલાદની ગાયોને લીલો ઘાસચારો જ આપીએ છીએ. ઘાસચારાનો બગાડ ન થાય એ માટે ચાપ કટર દ્વારા ઘાસને કાપી નાખવામાં આવે છે.
અમે 10 વીઘા જેટલી જમીનમાં ઝીંઝવો સહિતના ઘાસનું જ વાવેતર કરીએ છીએ. આ ઘાસની સાથે શેરડી સહિતનો ચારો કટિંગ કરીને આપીએ છીએ, જેથી ગાયો તેનો બગાડ પણ કરતી નથી અને આસાની થાય છે, સાથે જ દાણમાં પશુપાલો મિશ્રણ આપવામાં આવે છે, જેમાં કપાસની પાપડી, કપાસી, સરસવની પાપડી સહિતની સાતેક વસ્તુઓનું મિશ્રણ આપવામાં આવે છે.જમનાબેનના પતિ મગનભાઈ નકુમે જણાવ્યું હતું કે બધી જ ગીર ગાયોનો ઉછેર કાચા ફાર્મમાં કરવામાં આવે છે. આખો દિવસ બધી જ ગાયોને છૂટા વાડામાં રાખવામાં આવે છે. એને બાંધવામાં આવતી નથી. દાણ આપવા માટે 50 ટકા દૂધ ઉત્પાદન વજન તથા એક કિલો એના શરીર નિભાવ માટેની ગણતરી કરીને આપવામાં આવે છે, સાથે જ સૂકો ચારો તથા લીલા ચારાનું મિશ્રણ આખું વર્ષ જાળવીને આપવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…