નાણામંત્રી નિર્મલા સીતારમણે કોવિડ પ્રભાવિત સેક્ટર માટે 1.1 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. કોરોના મહામારીથી પ્રભાવિત ભારતીય અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે મોટી જાહેરાત કરવામાં આવી છે.
ઉપરાંત હેલ્થ સેક્ટર માટે 50 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. આ રકમ નોન મેટ્રો મેડિકલ ઇન્ફ્રા માટે ખર્ચ કરવામાં આવશે. હકીકતમાં કોરોનાની બીજી લહેરના કારણે ઘણા સેક્ટર સંકટમાં છે અને સરકાર પાસેથી સતત મદદની માંગ કરવામાં આવી રહી છે. તાજેતરમાં સરકારે પણ સંકેત આપ્યા હતા કે એ સેક્ટર્ની મદદ માટે સરકાર વિચાર કરી રહી છે. જે સૌથી વધુ સંકટમાં છે.
નાણામંત્રી નાના ઉદ્યોગોને ટેકો આપવા માટે ઇમર્જન્સી ક્રેડિટ લાઇન ગેરન્ટી સ્કીમ (ECLGS) માટે ફંડિંગમાં વધારાની જાહેરાત કરી છે. અત્યારે આ સ્કીમ 3 લાખ કરોડ રૂપિયાની છે, તેને વધારી 4.5 લાખ કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે. આ સ્કીમ હેઠળ અત્યાર સુધી MSME, હેલ્થ સેક્ટરને 2.69 લાખ કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું છે.
જ્યારે આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાનું વિસ્તાર 31 માર્ચ 2022 સુધી કરી દેવામાં આવ્યું છે. આ યોજના હેઠળ સરકાર 1000 કર્મચારીઓની સ્ટ્રેન્થવાળી કંપનીઓમાં પીએફના એમ્પ્લોયર અને કર્મચારી બંનેનો હિસ્સો ભરશે. 1000થી વધુ કર્મચારીઓવાળી કંપનીઓમાં, સરકાર પીએફ માટે કર્મચારીનો 12% હિસ્સો વહન કરશે.
નાણામંત્રી નિર્મલા સીતારામણે જણાવ્યું કે આ વખતે 8 આર્થિક રાહત પેકેજની જાહેરાત કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે તેમાંથી ચાર નવા છે અને એક ફક્ત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે છે. કોરોનાની બીજી લહેરના કારણે ઘણા ક્ષેત્રો સંકટમાં છે, અને સરકાર પાસેથી સતત મદદની માંગ કરવામાં આવી રહી છે. તાજેતરમાં સરકારે સંકેત પણ આપ્યા હતા કે સરકાર તે ક્ષેત્રોને મદદ કરવા વિચારણા કરી રહી છે. જે સૌથી વધુ મુશ્કેલીમાં છે.
ઉપરાંત માઇક્રો ફાઇનેન્સ ઇન્સ્ટીટ્યૂશનના માધ્યમ દ્વારા આપવામાં આવતી લોન માટે ક્રેડિટ ગારન્ટી સ્કીમની જાહેરાત કરી છે. આ એક નવી સ્કીમ છે. તેના હેઠળ કોમર્શિયલ બેંકના MFIને આપવામાં આવેલા અને વર્તમાન લોન માટે ગેરન્ટી આપવામાં આવશે. આ યોજના દ્વારા 25 લાખ લોકોને લાભ પહોંચવાની અપેક્ષા છે.
નોંધનીય છે કે ગયા વર્ષે કેન્દ્ર સરકારે કોરોના મહામારીથી પ્રભાવિત અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટે આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત કરી હતી. સરકારનું આ રાહત પેકેજ કુલ 27.1 લાખ કરોડ રૂપિયાનું હતું, જે કુલ જીડીપીના 13 ટકાથી વધુ હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…
23 comments
Comments are closed.