Abhayam News
AbhayamNews

3 વર્ષ ની નાનકળી બાળકી ને ન્યાય મળે એ માટે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ ની વિદ્યાર્થીનીઓએ કલેક્ટર ને આપ્યું આવેદન .

ગત રાતે 3 વર્ષ ની નાની માસૂમ બાળકી પર બળાત્કાર ગુજાર્યો એ હવસ ખોર ને જલદી થી સજા મળે એ માટે કલેક્ટર શ્રી ને છાત્ર યુવા સંઘર્ષ સમિતી સુરત ની ગર્લ્સ વિંગ દ્વારા આવેદન પત્ર આપ્યું.

અડાજણ પાલ ગૌરવપથ રોડ પર શ્રમિક પરિવારની સાડા ત્રણ વર્ષની માસૂમ બાળકી સાથે એક નરાધમ મે દુષ્કર્મ આચર્યો હતો જે ઘટનાથી આપ વાકેફ છો જેવી રીતે તમે સૌ જાણો છો કે આપણા ભારત દેશમાં રોજ કેટલીય મહિલાઓ આવા દુષ્કર્મ નો શિકાર બને છે પરંતુ આ નરાધમોને કોઈપણ જાતની સજા લાંબા ગાળા સુધી આપવામાં આવતી આમાં આપણા ન્યાયતંત્રની ઢીલાશ દેખાય છે અમે મહિલાઓ છીએ અને મહિલાઓ તરીકે અમારા સ્વતંત્ર ભારત દેશમાં અમને સંપૂર્ણ સુરક્ષા મળે એવી હંમેશા અમારી માગણી રહી છે કાલે સાડા ત્રણ વર્ષની બાળકી સાથે જે ઘટના બની તે અતિ ગંભીર ઘટના છે અને ગુજરાતની આર્થિક રાજધાની ગણાતી સુરતમાં આવી ઘટના બને એ આપણા માટે શરમની વાત છે.આ અંગે તેમજ આ બાળકી પર બળાત્કાર ગુજાર્યો એ હવસ ખોર ને જલદી થી સજા મળે એ માટે કલેક્ટર શ્રી ને પ્રમુખ જાનવી ભુવા સહીત જાનવીતા કુવાડિયા ,નિરાલી કાનાની,કોમલ રાબડીયા,રાધિકા રાબડીયા ,જાનવી ગાબાણી, સુરભી માલવીયા,તુલસી જસોલીયા અને ધ્રુવી દેસાઈ સહીત ઘણી વિદ્યાર્થીની ઓએ માનનીય કલેક્ટર ને આપ્યું આવેદન .

આથી અમારી આપને નમ્ર અપીલ છે કે આવી ઘટનાઓને રોકવા માટે જો આવા નરાધમોને કડકમાં કડક સજા કરવામાં આવે તો આવનારા સમયમાં આવી ઘટનાઓ બનતા અટકાવી શકીશું છાત્ર યુવા સંગઠન સમિતિ સુરતની મહિલાઓ તરીકે અમારી આપને નમ્ર અપીલ છે કે આ દુષ્કર્મ ગુજારનાર નરાધમ ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે અને કડકમાં કડક સજા કે જેને જોઈને આવનારા સમયમાં કોઈ પણ આવા દુષ્કર્મ કરવાનું વિચારે નહીં તેવી સજા કરવામાં આવે તેવી અપીલ કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

11 અને 12માં ભણતી દીકરીઓને મહિને મળશે સ્કોલરશિપ, આ તારીખ સુધીમાં કરી શકશો અરજી

Vivek Radadiya

શરુ થશે ગિરનારની લીલી પરિક્રમા

Vivek Radadiya

જસદણ-વિંછીયા પંથકમાંથી ઝડપાયો 200 કિલો ગાંજો

Vivek Radadiya