આ વર્ષથી ધો. 11ના વર્ષો શરૃ કરીને સુરત મહાનગરપાલિકા ઉચ્ચતર માધ્યમિક શાળા શરૃ કરનાર દેશની પહેલી મહાનગરપાલિકા બની ગઈ છે. સુરત મહાનગરપાલિકાએ ધો. 11 કોમર્સના 14 વર્ગ શરૃ કરશે અને એમાં 910 વિદ્યાર્થીઓનો સમાવેશ કરાશે. સુરત મ્યુનિ. માત્ર ગુજરાતી જ નહીં પરંતુ હિન્દી અને મરાઠી માધ્યમમાં ધો. 11 અને 12ના વર્ગો પણ શરૃ કરશે. સુરત મ્યુનિ. દ્વારા ઉચ્ચતર માધ્યમિક શાળા શરૃ કરતાં હાલ 100 ટકા પરિણામ આવ્યું છે તેના કારણે એડમીશનની મુશ્કેલી થાય તેમ હતી તે હળવી થશે.
સુરત મ્યુનિ.ના સ્થાયી અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યુ ંહતું કે, સુરત મહાનગરપાલિકા દ્વારા આજે ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. નવા સત્રથી જ ધો. 11 અને 12ના 14 વર્ગ શરૃ કરાશે. દરેક વર્ષમાં ૬૫ વિદ્યાર્થીની સંખ્યા રહેશે તેના કારણે સુરતના 910 વિદ્યાર્થીઓનો સમાવેશ કરાશે. જેમાં વરાછા ઝોન વિસ્તારમાં બે સ્કુલમાં ચાર વર્ગ, કતારગામ ઝોનમાં એક સ્કુલમાં બે વર્ગ, લિંબાયત ઝોનમાં એક સ્કુલમાં બે વર્ગ અને ઉધના ઝોનમાં બે સ્કુલમાં ચાર વર્ગ મરાઠીના અને બે વર્ગ હિન્દીના શરૃ કરવામાં આવશે.
ધો-11ના 14 વર્ગમાં 910 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશેઃ હિન્દી અને મરાઠી માધ્યમમાં પણ ઉ.માધ્યમિક વર્ગો શરૃ કરાશે
ઉ.માધ્યમિક સ્કૂલ શરૃ કરનાર સુરત દેશની પ્રથમ મહાનગરપાલિકા..
સુરત મ્યુનિ. તંત્ર દ્વારા ધો.11 શરૃ કરવા માટેની જાહેરાત કરવામાઆવી છે તેની સાથે સાથે હવે ધો. 11 ઉપરાંત 8-9 અને 10માં પણ વિદ્યાર્થીનીઓ પાસે કેટલીક ફી લેવામા ંઆવતી હતી તેને સંપુર્ણ માફી જાહેર કરવામા ંઆવી છે. સ્થાયી અધ્યક્ષે જણાવ્યું હતું કે, આ સ્કુલોમાં વિદ્યાર્થીનીઓ પાસે કોઈ પણ પ્રકારની ફી વસુલવામાં આવશે નહીં. આટલું જ નહીં પરંતુ આ સત્રથી જ ધો. 11ના વર્ગ શરૃ પણ થઈ જશે.
હાલમાં શિક્ષણ સમિતિ દ્વારા ધો. 1થી 8 પ્રાથમિક અને ધો.9-10ની માધ્યમિક સ્કુલ ચલાવવામાં આવી રહી છે. સુરતમાં ગુજરાતી-હિન્દી અને મરાઠી માધ્યમમાં ૧૮ સુમન સ્કુલ ચાલી રહી છે. હાલમાં 100 ટકા પરિણામ આવ્યું હોવાથી ધો. 11 માટે પ્રવેશમાં મુશ્કેલી પડે તેમ હતું. તેથી ધો-11ના વર્ગ શરૃ કરાયા છે. સ્કૂલમાં કાયમીને બદલે કોન્ટ્રાકટ પર શિક્ષકોને નિમણૂંક અપાશે. એક વર્ગનો વાર્ષિક ખર્ચ પાંચ લાખ રૃપિયા થશે.
મ્યુનિ.ની શાળામાં વિદ્યાર્થીઓને કોઈ પ્રકારની ફી આપવાની રહેશે નહીં
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ધો. 11માં ગુજરાતી, હિન્દી અને મરાઠી માધ્યમમાં કોમર્સ પ્રવાહના 14 વર્ગ શરૃ કરી સમગ્ર દેશમાં ત્રણ ભાષામાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપતી દેશની પહેલી મહાનગરપાલિકા સુરત બની ગઈ છે. મ્યુનિ. તંત્રએ 14 ક્લાસ શરૃ કર્યા હોવાથી વાર્ષિક 70 લાખ જેટલો ખર્ચ થશે.ખર્ચને પહોંચી વળવા માટે શહેરના વિવિધ ઉદ્યોગો પાસે દાન લેવાશે તે પૈકી સંજય સરાઉગીએ રૃા.10 લાખ દાન આપ્યું છે. આ ઉપરાંત પાલિકા દ્વારા બનાવવામા આવેલી વિવિધ એસ.વી. પી. શહેરના ઔદ્યોગિક એકમો અને સી.આર.એસ. ફંડમાંથી આ ખર્ચ કાઢવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…